જિસકા થા ઈંતજાર... વો ઘડી આ ગઈ. જિસકે લિયે દેશ ઔર દુનિયા કે ખેલાડી થે બેકરાર.. વો પલ આ ગયા.. આજથી સજાશે આઈપીએલનુ બજાર (IPL 2022 Auction). લાગશે ખેલાડીઓની બોલી. લેગની ફ્રેંચઈજિયો બનશે ખરીદદાર. કયા ખેલાડીને મળશે કંઈ ટીમ. કોનુ પોકેટ રહેશે નોટોથી ભરેલુ. આજે થનારુ મેગા ઓક્શન આ બધુ નક્કી કરશે. આગામી બે દિવસ સુધી ચાલશે આ લીલામી. મતલબ આગામી 48 કલાક ખૂબ જ ખાસ રહેવાના છે. ખેલાડીઓ માટે પણ અને ઈંડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ના ફેંચાઈજિયો માટે પણ. તેથી જાણી લો તેના વિશે 10 ખાસ વાતો જે આજથી શરૂ થઈ રહેલ હરાજીને લઈને ખૂબ જ મહત્વની છે.
2. IPL ઈતિહાસમાં પ્રથમ વખત મેગા ઓક્શનમાં 10 ફ્રેન્ચાઈઝી ભાગ લેતી જોવા મળશે. ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ આમાં ભાગ લેશે, તે ઉપરાંત ગુજરાત ટાઇટન્સ, લખનૌ સુપરજાયન્ટ બે નવી ટીમો હશે.
4. ભારતીય ખેલાડી દીપક હુડ્ડાની બેઝ પ્રાઈસ હરાજી પહેલા 35 લાખ રૂપિયા વધી ગઈ છે. પહેલા તેની મૂળ કિંમત 40 લાખ રૂપિયા હતી, હવે તે 75 લાખ રૂપિયા થઈ ગઈ છે. આ શક્ય બન્યું છે કારણ કે જ્યારે તેણે પોતાનું નામ હરાજીમાં મૂક્યું ત્યારે તે અનકેપ્ડ ખેલાડી હતો. હવે તેણે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું છે.
8. IPL 2022 તમામ ટીમોએ ઓછામાં ઓછા 18 અને વધુમાં વધુ 25 ખેલાડીઓની ટીમ બનાવવી પડશે.
9. IPL 2022 આ વખતના મેગા ઓક્શનમાં કોઈ પણ ફ્રેન્ચાઈઝી રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં.
10. IPL 2022 મેગા ઓક્શનનો સૌથી મોંઘો ખેલાડી કોણ હશે, તે તો પછી ખબર પડશે. પરંતુ, 17 કરોડમાં લખનૌ સુપરજાયન્ટનો કેપ્ટન બનીને કેએલ રાહુલે આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ લખાવ્યું છે.