DC vs RR: રાજસ્થાનને 33 રનથી હરાવીને દિલ્હી ફરીથી ટોપ પર પહોચી

શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (19:04 IST)
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 36 મી મેચમાં દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે રમી રહી છે. અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ સામે જીતવા માટે 155 રનનો લક્ષ્યાંક મુક્યો હતો, પરંતુ રાજસ્થાનની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 21 રન જ બનાવી શકી અને દિલ્હીએ મેચ 33 રને જીતી લીધી. રાજસ્થાન માટે કેપ્ટન સંજુ સેમસને 53 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 70 રનની ઇનિંગ રમી હતી. દિલ્હી તરફથી એનરિક નોર્ટજેએ બે વિકેટ લીધી હતી. તેમના સિવાય રવિચંદ્રન અશ્વિન, કેબીસો રબાડા, અક્ષર પટેલ અને અવેશ ખાનને એક -એક સફળતા મળી. આ જીત બાદ દિલ્હી ફરી ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. દિલ્હીના હવે 16 પોઇન્ટ છે.

 


 
બંને ટીમો માટે આજની મેચ પ્લે-ઓફ ટિકિટની દ્રષ્ટિએ મહત્વની છે. જો ઋષભ પંત (Rishabh Pant) ની ટીમ દિલ્હી જીતી જાય તો તે, લગભગ તેની પ્લે-ઓફ ટિકિટ પર મહોર લગાવી દેશે. જ્યારે રાજસ્થાનના રાજકુમારો સંજુ સેમસન (Sanju Samson) ના નેતૃત્વમાં મેદાન મારશે તો, પ્લે-ઓફમાં પહોંચવાની તેમની આશા જીવંત રહેશે.

- કાગિસો રબાડાએ મહિપાલ લોમરોરને આઉટ કરીને દિલ્હીને ચોથી સફળતા અપાવી હતી. લોમરોર એક મોટો શોટ લગાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ફાઇન લેગ પર કેચ થઈ ગયા.  અવેશ ખાને તેનો કેચ પકડ્યો હતો. લોમરોરે 24 બોલમાં એક છગ્ગા સાથે 19 રન બનાવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર