IPL-10 માં પ્રથમ વખત સુપર ઓવરમાં પહોંચેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત લાયન્સને હરાવ્યું . મેચ ટાઇ થયા બાદ પરિણામ સુપર ઓવર દ્વારા આવ્યુ હતું. જેમાં મુંબઇની ટીમે 11 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત લાયન્સ 6 રન જ બનાવી શક્યુ હતું. ઓલ રાઉન્ડ પ્રદર્શનને કારણે કૃણાલ પંડ્યાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો
- સુપર ઓવરમાં મુંબઇ ઇન્ડિયન્સે 5 બોલમાં 11 રન બનાવ્યા હતા.
IPL-10 ગુજરાતે પ્રથમ બેટિંગ કરતાં 9 વિકેટ ગુમાવી 153 રન બનાવ્યા હતા, જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમ પણ 20 ઓવરમાં 153 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.