- નિર્મલા સીતારમણ સતત છઠ્ઠી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે
- બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને સંરક્ષણ ક્ષેત્ર માટે મોટી જાહેરાતોની અપેક્ષા
Union Budget 2024 - નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સતત છઠ્ઠી વખત કેન્દ્રીય બજેટ (Union Budget 2024) રજૂ કરવા જઈ રહ્યા છે .નાણામંત્રી 1 ફેબ્રુઆરી, 2024ના રોજ આ મુકામ હાંસલ કરશે. આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ડિફેન્સ સેક્ટર સુધી તમામ બાબતો માટે મોટી જાહેરાતો થઈ શકે છે. આ ઉપરાંત આશા છે કે નિર્મલા સીતારમણ બજેટમાં મધ્યમ વર્ગ અને નોકરી ધંધો કરતા લોકો માટે પણ કંઈક ખાસ જાહેરાત કરી શકે છે.
સામાન્ય માણસ માટે સૌથી મોટી ચિંતા રોજગારની (Employment in Budget) છે. બેરોજગારીની ચિંતાનો સામનો કરી રહેલો મધ્યમ વર્ગ તે નીતિઓ અને યોજનાઓ (Govt Schemes) ની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે જે રોજગારીની વધુ તકો ઊભી કરી શકે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને વચગાળાના બજેટ(Interim Budget)માં નોકરીની તકોમાં વધારો થવાની અપેક્ષા છે. મિડલ ક્લાસ માટે ટેક્સ કપાત(Tax Deduction), એફોર્ડેબલ હાઉસિંગ, મોંઘવારીમાંથી રાહત અને હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો (Home Loan Interest Rate) જેવી બાબતોની જાહેરાત થવાની પણ શક્યતા છે.
રોજગાર યોજનાનો વિસ્તાર - એવી આશા કરવામાં આવે છે કે ભારત સરકાર આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY), જે કંપનીઓને સબસિડી પૂરી પાડે છે તેનું વિસ્તરણ કરી શકે છે. તેનાથી રોજગારીની તકો ઉભી થશે. આ યોજના માર્ચ 2024 સુધીમાં સમાપ્ત થઈ જશે. સાથે જ ગ્રામીણ રોજગાર યોજના હેઠળ NREGSનું બજેટ પણ વધારી શકાય છે. આ સિવાય રેલવે, ડિફેન્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં રોજગારની તકો ઊભી કરવા માટે કેટલીક વિશેષ જાહેરાતો પણ કરવામાં આવી શકે છે.