Budget Session Live: સદીઓ રાહ જોયા બાદ રામ મંદિર નિર્માણનુ સપનુ સાચુ પડ્યુ - રાષ્ટ્રપતિ મુર્મૂ

બુધવાર, 31 જાન્યુઆરી 2024 (12:00 IST)
- સંસદનુ બજેટ સત્ર 31 જાન્યુઆરીથી  9 ફેબ્રુઆરી સુધી 
-  કેન્દ્રીય નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ અંતરિમ બજેટ રજુ કરશે
- મોદી સરકારના બીજા કાર્યકાળનુ આ અંતિમ બજેટ

સંસદનુ બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યુ છે અને 9 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. કેન્દ્રીય નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ અંતરિમ બજેટ રજુ કરવાના છે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના સંબોધનથી થઈ રહી છે.  ઉલ્લેખનીય છે કે મોદી સરકારના બીજા કાર્યકાળનુ આ અંતિમ બજેટ રહેશે. ચૂંટણી પછી નવી સરકાર પૂર્ણ બજેટ રજુ કરશે. આવો જાણીએ આ બજેટ  સત્રના બધા અપડેટ્સ  



LIVE UPDATES : BUDGET SESSION LIVE
 
-  રાષ્ટ્રપતિએ રામ મંદિરનો ઉલ્લેખ કરતાંની સાથે જ હાજર સાંસદોએ ટેબલ થપથપાવીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે રામ મંદિરની આકાંક્ષા સદીઓથી હતી, જે આ વર્ષે પૂરી થઈ છે. રાષ્ટ્રપતિના કહેવા પ્રમાણે, ગુલામીના યુગમાં બનેલા કાયદા હવે ઈતિહાસનો હિસ્સો બની ગયા છે. તેમણે કહ્યું કે ટ્રિપલ તલાકની દુષ્ટ પ્રથાને ખતમ કરવા માટે સરકારે કડક કાયદાકીય જોગવાઈઓ કરી છે.
 
- આ પહેલાં મોદીએ ગૃહની બહાર મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, 'હું આશા રાખું છું કે આ વર્ષે દરેકે સંસદમાં પોતાનું કામ જે રીતે મળ્યું તે રીતે કર્યું. હું ચોક્કસપણે કહીશ કે કેટલાક લોકોનો સ્વભાવ હંગામો મચાવવાનો બની ગયો છે, જેઓ આદતપૂર્વક લોકશાહી મૂલ્યોને તોડી નાખે છે. આવા તમામ માનનીય સાંસદો આજે છેલ્લા સત્રમાં ચોક્કસપણે આત્મનિરીક્ષણ કરશે કે તેઓએ છેલ્લા 10 વર્ષમાં શું કર્યું છે.


Edited by - Kalyani Deshmukh 

UPI થી રેકોર્ડ 1200 કરોડ ટ્રાંજેક્શન થયા છે 
 
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ કહ્યુ કે આજે દુનિયાના કુલ રિયલ ટાઈમ ડિઝિટલ લેવદ-દેવડનુ 46 ટકા ભારતમાં થાય છે. ગયા મહિને UPI થી રેકોર્ડ 1200 કરોડ ટ્રાંજેક્શન થયા છે. જેના હેઠળ 18 લાખ કરોડ રો ઓપિયાનુ રેકોર્ડ લેવડ-દેવડ થઈ છે. 
 
સરકારે દેશમાં મોઘવારીને કાબુમાં રાખી 
 
સંસદમા પોતાના અભિભાષણ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ કહ્યુ કે વીતેલા વર્ષોમાં વિશ્વના બે મોટા યુદ્ધ જોયા અને કોરોના જેવી વૈશ્વિક મહામારીનો સામનો કર્યો. આવા વૈશ્વિક સંકટો છતા મારી સરકારે દેશમાં મોંઘવારી કાબુમાં રાખી. સામાન્ય ભારતીયનો બોઝ વધવા ન દીધો. 

આ સ્તંભો પર થશે વિકસિત ભારતનું નિર્માણ 
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે મારી સરકાર માને છે કે વિકસિત ભારતની ભવ્ય ઇમારત ચાર મજબૂત સ્તંભો પર ઉભી રહેશે - યુવા શક્તિ, મહિલા શક્તિ, ખેડૂતો અને ગરીબો.

વેબદુનિયા પર વાંચો