President election 2022 - કોઈ છે 'રેકોર્ડધારી' તો કોઈ છે 'મદદગાર', આ 5 ઉમેદવારો પણ ચર્ચામાં

મંગળવાર, 28 જૂન 2022 (12:27 IST)
Presidential polls 2022: રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખ નિકટ આવી રહી છે. હાલ સૌથી વધુ જે બે ઉમેદવારોના નામ ચર્ચામાં છે તેમા એનડીએની ઉમેદવાર દ્રોપદી મુર્મુ અને વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા છે. પણ શુ તમે જાણો છો ફક્ત આ બે લોકો વચ્ચે જ ચૂંટણી થઈ રહી નથી, પરંતુ રાષ્ટ્રપતિ પદ માટે  અત્યાર સુધી કુલ 56 ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી ચુક્યા છે. 
 
ન્યુઝ એજંસી ANI મુજબ દ્રોપદી મુર્મુ,  યશવંત સિન્હા ઉપરાંત લિમકા બુક ઓફ રેકોર્ડમા નામ નોંધાવી ચુકેલા પદ્મરાજન પણ ચૂંટણીમાં છે.  તેમનો ચૂંટણી હારવામાં રેકોર્ડ છે. તેઓ અત્યાર સુધી 231 વાર ચૂંટણી લડી ચુક્યા છે પણ ક્યારેય જીત્યા નથી. 
 
આ ઉપરાંત રામ કુમાર શુક્લા પણ મેદાનમાં છે. તેમનુ માનવુ છે કે રાષ્ટ્રપતિને ઓછામાં ઓછી સુવિદ્યાઓ સાથે રહેવુ જોઈએ. રામ કુમાર કહે છે કે જો તેઓ રાષ્ટ્રપતિ બન્યા તો ખૂબ જ સાદુ જીવન જીવીને બતાવશે.  જેમા તેમનુ ફક્ત એક ઘર હશે. વર્તમાન રાષ્ટ્રપતિની જેમ ત્રણ ઘર નહી હોય. 
 
એક અન્ય ઉમેદવારનુ નામ અશોક કુમાર ઢીંગરા છે. તેઓ સેના અને સૈન્યકર્મચારીઓની વાત કરે છે અને ખુદને યોગ્ય ઉમેદવાર બતાવે છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દિલ્હી યૂનિર્વર્સિટીના પૂર્વ પ્રોફેસર શંકર અગ્રવાલ પણ મેદાનમાં છે. 
 
આ ઉપરાંત સૂરજ પ્રકાશ પણ રાષ્ટ્રપતિ ચૂંટણી લડી રહ્યા છે. તેઓ એક્સીડેંટમાં ઘાયલ અનેક લોકોની અત્યાર સુધી મદદ કરી ચુક્યા છે. 
 
રાષ્ટ્રપતિ ચૂંટણી ક્યારે થશે ?
 
ઉલ્લેખનીય છે કે 18 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે. બીજી બાજુ 21 જુલાઈના રોજ વોટોની ગણતરી થશે. નામાંકન દાખલ કરવા માટે 29 જૂન સુધીનો સમય વધુ છે. આવામાં વધુ ઉમેદવાર પણ મેદાનમાં આવી શકે છે. અગાઉના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં (2017)માં 106 ઉમેદવાર હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર