Har Ghar Tiranga - જો તમે પણ તમારા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છો, તો આ દસ વાતો જાણવી જરૂરી છે

શુક્રવાર, 11 ઑગસ્ટ 2023 (08:10 IST)
હવે તિરંગાને રાત્રે પણ ફરકાવી શકાશે. કેંદ્ર સરકારે ફ્લેગ કોડમાં ઘણા ફેરફાર કર્યા છે. હકીકતમાં કેંદ્ર સરકાર અમૃત મહોત્સવ હેઠણ 13 થી 15ની વચ્ચે "હર ઘર તિરંગા" કાર્યક્રમની શરૂઆત કરી રહી છે. તેને ધ્યાનમાં રાખતા ઝંડો ફરકાવવાના નિયમોમાં ફેરફાર કરાયો છે. જાણો શુ છે ઝંડો ફરકાવવાના નવા નિયમ 
 
- અત્યારે સુધી પોલીસ્ટર કપડાથી બનેલા ઝંડાને ફરકાવવા પર નાબૂદી હતી પણ હવે નિયમોમાં ફેરફાર કરાયો છે. નવા નિયમો હેઠણ હવે રાષ્ટ્રીય ધ્વજ હવે મશીનથી તૈયાર થઈ કપાસ, પૉલીસ્ટર, ઉની અને રેશમી રાષ્ટ્રાય ધ્વજને પણ ફરકાવી શકાશે. 
 
- નવા નિયમો હેઠણ હવે હાથથી બનેલા અને મશીનથી તૈયાર થયેલ ઝંડાને પણ ફરકાવી શકાય છે.
 
- પહેલા સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ઝંડો ફરકાવવાની પરમિશન હતી. પણ હવે રાતમાં પણ ઝંડો ફરકાવી શકાશે. નવા નિયમોના મુજબ હવે ઝંડા ફરકાવવા માટે સમયની નાબૂદી નથી. 
 
- રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ધ્યાનમાં રાખવું કે તે ફાટેલો, વળેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએ. તેને યોગ્ય સ્થાને ફરકાવવો જોઈએ.
 
- ઝંડા પર કઈક પણ લખવો ગેરકાયદેસર છે. કોઈ પણ ગાડીની પાછળ, પ્લેન કે વહાણમાં તમારી ઈચ્છાથી તિરંગો નહી લગાવી શકાશે. કોઈ સામાન, બિલ્ડીંગ વગેરેને ઢાંકવા માટે તેનો ઉપયોગ નહી કરી શકાય.
 
- ગાઈડલાઈન મુજબ તિરંગાને ધરતી પર અડવો ન જોઈએ. 
 
- તે સિવાય તિરંગા એટલે કે રાષ્ટ્રીય ધ્વજથી કોઈ બીજો ઝંડો ઉંચો નહી રાખી શકાય. 
- રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કોઈ પણ પ્રકારની સજાવટ માટે નહી કરી શકાશે. 
 
- તિરંગાનો નિર્માણ હમેશા આયાતકાર હશે. જેનો અનુપાર 3:2 નક્કી છે. તેમજ સફેદ પટ્ટીના વચ્ચે સ્થિત અશોક ચક્રમાં 24 લીટીઓ હોવી જરૂરી છે. આ વાતની કાળજી  હમેશા ધ્યાન રાખવી.
 
- રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના કૉસ્ચ્યુમ માટે ઉપયોગ ન થવો જોઈએ. તેમજ તેને કમરની નીચે ન બાંધવો જોઈએ. તેનો કાપડ, રૂમાલ, સોફા કવર, નેપકિન કે આંતર્વસ્ત્ર તરીકે ન થવો જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર