Dil se Desi- 9 ગુજરાતના શ્રેષ્ઠ ઐતિહાસિક સ્મારકો, સંગ્રહાલય, મંદિરો

મંગળવાર, 7 ફેબ્રુઆરી 2023 (11:35 IST)
ગુજરાત એક એવું રાજ્ય છે જે દરેક સેકન્ડે તેના જીવંત વારસાને પ્રદર્શિત કરે છે. રાજ્યને પ્રેરણાદાયી સંસ્કૃતિ, અને જબરજસ્ત ઈતિહાસ, આર્કિટેક્ચર સાથે આપવામાં આવ્યું છે જે તમને અંદરથી ખસેડશે. ગુજરાતના ઐતિહાસિક સ્થળો વિશ્વભરના યાત્રાળુઓ અને ઇતિહાસકારોને આમંત્રણ આપે છે. 
1. દ્વારકા નગરી- Dwarkadhish Temple: સ્વર્ગ દ્વાર, મોક્ષ દ્વાર, દેવકી ચોક, વસુદેવજીની શેરી, ગોપાલજીની શેરી, ફૂલેકા શેરી, ભીડભંજન શેરી, વ્યાસ શેરી, હર્ષદા શેરી, બ્રહ્મકુંડ, કકરાટ કુંડ, સ્નાન કુંડ, ઉગમણો ચોક, ખારવા ચોક, ત્રણબત્તી ચોક, હોળી ચોક, ડેલો, ખડકી અને ટાંકું. જી, હા, સૌરાષ્ટ્ર સ્થિત દ્વારકા શહેરમાં રોજબરોજની વાતચીતમાં વપરાતા નામ છે. દ્વારકા શહેરને ‘કૃષ્ણની નગરી’ કહેવામાં આવે છે. 
 
2500 વર્ષ પહેલાં બંધાયેલ આ મંદિરમાં પાંચ માળ જોવા મળે છે. અદ્ભુત કોતરણી ધરાવતા 60 સ્તંભ જોવા મળે છે. મંદિર કુલ ત્રણ ભાગમાં વહેચાયેલું છે. જેમાં ભક્તિ માટેનું સ્થળ, પ્રકાશઘર (નિજમંદિર), સભાગૃહ. સૌથી ઉપર શિખર જોવા મળે છે. મંદિરના સભામંડપના ઉપરના ભાગમાં સુંદર નકશી કામ જોવા મળે છે. ઝરુખામાં અપ્સરા અને હાથીનું કોતરણી કામ થયેલ છે. શંકુ આકાર ઘરાવતું ૧૭૨ ફૂટ ઉંચુ શિખર છે. મંદિરની શોભા જોવી હોય તો ઉપરના માળે આવેલ ઝરુખામાંથી મંદિરની આસપાસ આવેલાં બીજાં નાનાં મંદિરોને પણ નિહાળી શકાય છે. ગર્ભગૃહમાં આવેલી ૧ મીટર ઊંચી દ્વારિકાધીશની મૂર્તિની સમક્ષ આપ ઊભા રહો તો એક અદૃશ્ય શક્તિને અનુભવી શકો છો. ગોમતી ઘાટ ઉપર ઉભા રહીને ગોમતી નદીને સમુદ્રમાં એકરૂપ થતી પણ જોઈ શકાય છે. દ્વારકાના મંદિરમાં રોજની છથી સાત બાવનગજની ધજા ચડાવવામાં આવે છે. મહાભારતના યુદ્ધ બાદ શ્રીકૃષ્ણ ભગવાન ૩૬ વર્ષ દ્વારકામાં રહ્યા હતા. એકલવ્ય અને દ્રોણાચાર્યની ભૂમિ પણ કહેવાય છે. એવી પણ માન્યતા છે કે કૃષ્ણના અવસાન બાદ સોનાની દ્વારકા પાણીમાં ડૂબી ગઈ હતી. સોનાની દ્વારકા શોધવાના પ્રયત્નો હજી આજે પણ ચાલી રહ્યા છે.
2. રાણકી વાવ Rani Ki Vav, Gujarat - અમદાવાદથી 18 કિમી દૂર આવી જ એક સુંદર વાવ આવેલી છે જેને અડાલજની વાવ તરીકે ઓળખવામાં આવે છે. સ્થાપત્ય કલા અને સંસ્કૃતિના ઉત્તમ નમૂના સમી આ વાવ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ઈ.સ. 1498મા રાણ વીર સિંહે પોતાની પત્ની રાણી રૂપબાને ભેટ આપવા વાવ બંધાવાની શરૂઆત કરી હતી. પણ એક યુદ્ધમાં તેનુ મોત નીપજતા આ વાવ અધૂરી રહી ગઈ. જો કે ત્યારબાદ મહમદ બેગડા રૂપબાની સુંદરતાથી આકર્ષાયો અને તેની સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. 
 
રૂપબા એ જવાબમાં અધુરી વાવને પુરૂ કરવાની શરત રાખી જેને બેગડાએ ઈસ. 1499માં પુરી કરી. પરંતુ રૂપબા તો પતિવ્રતા નારી હતા. આથી તેમને બેગડા સાથે લગ્ન ન કરવા પડે એ માટે આ વાવમાં ઝંપલાવી પોતાની જાનનું બલિદાન આપી દીધુ.  જો કે આવી પાંચ કહાનીઓનો સમન્વય આ વાવ પાછળ હોવાનુ મનાય છે. અડાલજની વાવ પાછળની સ્ટોરી કોઈ બોલીવુડની ફિલ્મકથા જેવી જ દિલચસ્પ છે. 
 
સો રૂપિયાની ચલણી નોટ પર જ્યાર થી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાણકી વાવને સ્થાન આપ્યું છે તે બાદ રાણકી વાવની લોકપ્રિયતા વધી છે. તેનું જ કારણ છે કે મોટી સંખ્યામાં પ્રવાસીઓ રાણકી વાવ તરફ આકર્ષાયા છે. ઐતિહાસીક વારસાના પ્રતીક સમાન રાણકી વાવ આજે પ્રવાસીઓની પ્રથમ પસંદ બની છે.
 
3. ચાંપાનેર-પાવાગઢ કિલ્લો-  Champaner-Pavagadh- ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન એ એક અદ્ભુત સ્થળ છે જે વિશ્વમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ તરીકે હકદાર છે. ચાંપાનેરના મધ્યમાં આવેલું, આ અદભૂત ઉદ્યાન પાવાગઢની ટેકરીઓથી ઘેરાયેલું છે, જે તેને ગુજરાતના સૌથી સુંદર સ્થળોમાંનું એક બનાવે છે. આ સ્થળ ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે કારણ કે તેમાં અસંખ્ય સ્થાપત્ય અજાયબીઓનો સમાવેશ થાય છે. તમે સ્થાનિક લોકો સાથે વાર્તાલાપ પર અસંખ્ય પૌરાણિક વાર્તાઓ પણ જોશો.
 
વિશ્વ ધરોહર યાદીમાં અત્યાતર સુધી રાજ્ય્ના એક માત્ર પંચમહાલ જીલ્લામાં ચાંપાનેર-પાવાગઢ કિલ્લો સામેલ છે. જેને વર્ષ ૨૦૦૪માં સામેલ કરવામાં આવ્યો છે.વિશ્વ ધરોહર યાદીમાં અત્યાતર સુધી રાજ્ય્ના એક માત્ર પંચમહાલ જીલ્લામાં ચાંપાનેર-પાવાગઢ કિલ્લો સામેલ છે. જેને વર્ષ ૨૦૦૪માં સામેલ કરવામાં આવ્યો છે.
4. સ્તંભેશ્વર મહાદેવ મંદિર stambheshwar mahadev temple- આ મંદિર ગુજરાતના વડોદરા શહેરની પાવે કાવી-કંબોઇના નામે ગામમાં છે. નામે જાણિતું આ વિખ્યાત તીર્થ વિશે શ્રી મહાશિવપુરાણની રૂદ્ર સંહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે અનુસાર આ મંદિર ભગવાન શિવના કાર્તિકેયએ બનાવ્યું હતું. શિવ ભક્ત તાડકારસુરનો વધ કર્યા બાદ કાર્તિકેય બેચેન હતા, ત્યારે પોતાના પિતા કહેવા પર તેમણે તાડકાસુરના વધ સ્થળ પર આ મંદિર બનાવ્યું હતું. આ મંદિરનું શિવલિંગ લગભગ 4 ફૂટ ઉંચું અને 2 ફૂટ પહોળું છે. મંદિરની આ ચમત્કારિક ઘટના ઉપરાંત સુંદર અરબ સાગરનો નજારો પણ અહીં જોવા મળે છે.
 
આ પ્રાચીન મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓને ભગવાનના દર્શન કરવા માટે સમુદ્રના જળસ્તરના ઘટવાની રાહ જોવી પડે છે. સમુદ્રમાં આવનાર ભરતી-ઓટના દિવસોમાં 2 વાર આ મંદિરને પોતાના જળમાં સમાહિત કરી લે છે અને થોડીવાર પછી ફરીથી શિવલિંગ જોવા મળે છે. આ મંદિર અરબ સાગરના બીચ કેમ્બે તટ પર બનેલું છે.
 
5. સૂર્ય મંદિર - મોઢેરા ( Sun Temple: Modhera) - સૂર્ય મંદિર ઈ.સ. 1026- 27 માં પાટણના મહારાજા ભીમદેવ પહેલાના રાજ્યકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. મોઢેરાનું આ સૂર્ય મંદિર ભગવાન સૂર્યને સમર્પિત કરવામાં આવ્યું છે. મંદિરની દિવાલો અને થાંબલા પરના ચિત્રોમાં રામાયણ અને મહાભારતની ઘટના પ્રસંગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે
 
મહેસાણાથી 20 કિલોમીટર દૂર આવેલું મોઢેરાનું આ સુર્યમંદિર ભારત ભરમાં વિખ્યાત છે. આ સુર્યમંદિર કોણાર્કના સુર્યમંદિર સાથે વિશિષ્ટ સંબંધ ધરાવે છે. મંદિરમાં જવા માટે ઘણાં પગથિયાં છે. ગર્ભગૃહની અને મંદિરની ભીંતો વચ્ચે પ્રદક્ષિણા-માર્ગ છે. મંદિરની બહારની દીવાલ પર અદભુત શિલ્પકૃતિઓ કંડારાયેલી છે.
સભામંડપ મોઢેરાના મંદિરનો સૌથી સુંદર અને કલામંડિત ભાગ છે. મંદિરમાં ભગવાન સૂર્યની મૂળ પ્રતિમા નથી. પણ અન્ય જગ્યાઓ પર સુર્યની પ્રતિમાઓ કંડારાયેલી છે. સુર્યમંદિરનું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે સુર્યોદયના સમયે સુર્યનાં કિરણો સીધા ગર્ભગૃહમાં પડે છે.
 
સુર્યમંદિરનાં પ્રાંગણમાં પ્રતિવર્ષ ત્રણ દિવસનો નૃત્ય અને સંગીતનો મહોત્સવ યોજવામાં આવે છે. મોઢેરાના આ સૂર્યમંદિરે તેના સ્‍થાપત્‍ય દ્વારા સમગ્ર ભારતમાં ગુજરાતને ગૌરવવંતુ સ્‍થાન આપાવ્યું છે.
 
 
6. સોમનાથ મહાદેવ (Somnath Temple)- સૌરાષ્ટ્રે સોમનાથ મહાદેવ..."સાક્ષાત શિવ સ્વરૂપ ભગવાન સોમેશ્વરનું ભવ્યાતીભવ્ય મંદિર ગુજરાતમાં જૂનાગઢનાં દરિયા કિનારે આવેલું છે. પુરાણકથા અનુસાર સોમ-ચંદ્રદેવે આ મંદિરને સોનાનું, રાવણે ચાંદીનું, કૃષ્‍ણ ભગવાને લાકડાનું અને રાજા ભીમદેવે પથ્થરનું બંધાવ્યું હતું. વર્તમાન સમયનું જે મંદિર છે, તેનું બાંધકામ વર્ષ 1950માં શરૂ થયું હતું.
 
સોમનાથ મહાદેવનું મંદિર ભારતનાં મંદિરોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ભગવાન સોમનાથ જે સત્યયુગમાં ભૈરવેશ્વર તરીકે, ત્રેતા યુગમાં શ્રાવણીકેશ્વર તરીકે અને દ્વાપરયુગમાં શ્રીગલેશ્વર તરીકે ઓળખાયા હતા. તેમના મહિમાનું સ્મારક તરીકે બાંધવામાં આવેલું આ સોમનાથ સાતમું મંદિર છે. 
 
 
7. કોટેશ્વર મંદિર (koteshwar mahadev mandir Gujarat) - ગુજરાત રાજયના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં કોટેશવર આવેલ છે. લખપત તાલુકામાં ભારત - પાકિસ્તાનની સરહદે આ ગામ આવેલું છે. સમુદ્રકાંઠે આવેલું આ સ્થળ રણ વચ્ચે વસાયેલું છે. તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે.ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રિય સરહદ આવેલી છે. સામા કાંઠે કરાચી આવેલું હોવાથી અહીંથી રાત્રે ત્યાંનો પ્રકાશ પણ નિહાળી શકાય છે. મંદિરની પાસે જ સીમા સુરક્ષા દળની ચોકી આવેલી છે.
 
કોટેશ્વરની કથા રાવણની કથાથી શરૂ થાય છે. રાવણને તેની સખત તપસ્યાના ફળરૂપે શિવે વરદાન આપ્યું હતું. મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું, પરંતુ રાવણે અહંકારમાં ઉતાવળે શિવલિંગને જમીન પર મુકી દીધું અને તે કોટેશ્વરની જમીન પર પડ્યું. રાવણને તેની બેદરકારીની સજારૂપે શિવલિંગે તેના જેવા હજારો (અને કથાના કેટલાક પાઠાંતર પ્રમાણે, લાખો, કરોડો. ટૂંકમાં અસંખ્ય.) લિંગો સર્જ્યા. મૂળ શિવલિંગને ઓળખવામાં અસમર્થ રાવણે એક લિંગ ઉઠાવી લીધું અને ચાલવા માંડ્યો. મૂળ લિંગ ત્યાંનું ત્યાંજ રહી ગયું. જ્યાં કોટેશ્વરનું મંદિર બન્યું.

 
8.  લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા (Laxmi Vilas Palace )  લાંબા સમય સુધી ચાલેલા સર્વેના અંતે વડોદરા શહેરની મધ્યમાં ૭૦૦ એકર એસ્ટેટમાં પથરાયેલા લક્ષ્મી વિલાસ પેલેસને ભારતના મોસ્ટ બ્યુટિફૂલ હોમનો દરજ્જો આપ્યો છે અને વિશ્વના ટોપ ૫૦ સ્થાપત્યોમાં સ્થાન આપ્યું છે. 
 
૧૯મી સદીના સંસ્કૃતિક ધરોહર સમાન લક્ષ્મી વિલાસ પેલેસ ૧૨૭ વર્ષ પહેલા તે જમાનામાં રૃ.૬૦ લાખમાં બન્યો હતો. લક્ષ્મી વિલાસ પેલેસ દિર્ઘદૃષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)નું સર્જન છે. આ પેલેસ બનતાં ૧૨ વર્ષ થયા હતા. સને ૧૮૭૮માં પેલેસનું કામ શરૃ થયંુ હતું અને ૧૮૯૦માં પેલેસ તૈયાર થયો હતો. બ્રિટીશ આર્િકટેક્ટ ચાલ્સ મંડે પેલેસની ડિઝાઇન બનાવવાથી માંડીને લગભગ અડધું કામ કર્યુ હતું, પરંતુ તેમનાં અપમૃત્યુ પછી રોબર્ટ ફેલોસ ચિઝોમે આખરી ઓપ આપ્યો હતો. આ પેલેસના ઉત્તરીય ભાગમાં એક વિશાળ પોર્ચ છે તેના પિલર પર સિંહ અને સસલાનું નકશીકામ છે. જે એવો સંદેશ આપે છે કે મહારાજા સયાજીરાવ આ બંને પ્રાણીઓને સંરક્ષણ આપતા હતા. આગ્રાથી મગાવેલા લાલ રંગના સેન્ડ સ્ટોનમાંથી આ પિલર બનાવવામાં આવેલા છે. લંડનના વિખ્યાત બકિંગહામ પેલેસ કરતા વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસનો વિસ્તાર ચાર ગણો છે
 
9. ધોળાવીરા Dholavira - ધોળાવીરા એક હડપ્પા નગરી, એ આજથી ત્રીજી કે બીજી સહસ્ત્રાબ્દીની મધ્યે એટલે કે લગભગ 3500 વર્ષો પૂર્વેની દક્ષિણ એશિયાની સારી રીતે સચવાયેલી બહુ જૂજ શહેરી વસાહતોમાંની એક છે. અત્યાર સુધીમાં શોધાયેલ 1000થી વધુ હડપ્પા સ્થળોમાં એ છઠ્ઠું સૌથી મોટું સ્થળ છે અને 1500થી વધુ વર્ષો સુધી એમાં વસવાટ રહ્યો હતો.
 
ધોળાવીરા પ્રાગૈતિહાસિક કાંસ્ય યુગના હડપ્પા સંસ્કૃતિને લગતા (આરંભ, પરિપક્વ અને પાછળના હડપ્પન તબક્કા) શહેરી વસાહતોનું અપવાદરૂપ ઉદાહરણ છે અને ઇસવીસન પૂર્વે ત્રીજી અને બીજી સહસ્ત્રાબ્દી મધ્ય દરમ્યાન બહુ સાંસ્કૃતિક અને સ્તરીય સમાજની સાબિતી ધરાવે છે. સૌથી જૂનો પુરાવો હડપ્પા સંસ્કૃતિના આરંભિક હડપ્પા તબક્કા દરમ્યાન ઇસવી સન પૂર્વે 3000 વર્ષમાં જોવા મળી શકે છે. આ નગર આશરે 1500 વર્ષો સુધી પાંગરેલું રહ્યું હતું જે લાંબા સતત વસવાટનું પ્રતિનિધિત્વ કરે છે. ખોદકામ દરમ્યાન મળેલા અવશેષો સ્પષ્ટપણે વસાહતના મૂળમાં એના વિકાસ, પરાકાષ્ઠા અને ત્યારબાદ ઘટાડાને શહેરની રચનામાં સતત ફેરફારો, સ્થાપત્ય તત્વો અને વિવિધ અન્ય ખાસિયતો સ્વરૂપે સૂચવે છે.
ધોળાવીરા એ અગાઉથી ધારી લેવાયેલ નગર નિયોજન, બહુ સ્તરીય કિલ્લેબંધી, અત્યાધુનિક જળાશયો અને ગટર વ્યવસ્થા તેમજ બાંધકામ સામગ્રી તરીકે પથ્થરના વ્યાપક ઉપયોગ સાથે હડપ્પા નગર નિયોજનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ વિશેષતાઓ હડપ્પા સંસ્કૃતિના સમગ્ર ક્ષેત્રમાં ધોળાવીરાની અજોડ સ્થિતિને પરાવર્તિત કરે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર