ક્યારેક ભૂલથી વાસણ બળી જાય તો તેને આ રીતે સાફ કરવું ...

સોમવાર, 21 નવેમ્બર 2016 (13:34 IST)
ક્યારેક ભૂલથી વાસણ બળી જાય તો તેને જોઈને જ થાય કે આને સાફ કઈ રીતે કરીશું આમાં તો બહું મહેનત કરવી પડશે. તમે ઘરે રાખેલી વસ્તુઓ સાથે પણ સરળતાથી સાફ કરી શકો છો. આવો જાણીએ કઈ વસ્તુઓથી સરળતાથી સાફ કરી શકાય છે બળેલા વાસણ 
1. આમલી 
બળેલા વાસણમાં આમલી અને પાણી નાખી ઉકાળ લો અને તેને ઠંડા થતા ઘસીને ધોઈ લો. તેનાથી બળેલું સરળતાથી સાફ થઈ જશે અને મેહનત પણ ઓછી લાગશે. 
 
2. બેકિંગ સોડા 
ચમચી બેકિંગ સોડા અને લીંબૂનો રસ ગરમ પાણીમાં મિક્સ કરી વાસણને એમાં પલાળી દો અને થોડી વાર પછી સ્ક્રબ સાથે ઘસીને સાફ કરો. એનાથી બળેલા વાસણ 
 
ચમકવા લાગશે. 
 
3. લીંબૂનો રસ 
એક લીંબૂને બળેલા વાસણ પર ઘસો અને તેને ગર્મ પાણીની સાથે સાફ કરો. તેને બળેલા ડાઘ સરળતાથી સાફ થઈ જશે. 
 
4. મીઠું 
જો વાસણ બળી ગયા છે તો તેમાં મીઠું અને પાણી નાખી 4-5 મિનિટ માટે ઉકાળી લો. પછી તેને બ્રશથી ઘસીને સાફ કરી લો. 
 
6. ટમેટાનો રસ 
ટ્મેટાનો રસ પણ બળેલા વાસણ માટે ખૂબ પ્રભાવશાળી છે. વાસણમાં ટમેટાનો રસ અને પાણી નાખી ઉકાળી લો અને તેને બ્રશથી સાફ કરો. 
 
 
 
 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો