અનેકવાર ટામેટાના ભાવ ખૂબ વધી જાય છે. આવામાં આપણે સ્ટૉક કરવાના ચક્કરમાં ટામેટા વધુ લઈ આવે છે, પણ આ એવી વસ્તુ છે કે જો તમે તેને યોગ્ય રીતે નહી મુકો તો આ 3-4 દિવસમાં જ સડવા માંડે છે અને ખરાબ થઈ જાય છે. તેથી અમે તમને એવી ખાસ ટ્રિક્સ વિશે બતાવી રહ્યા છે જેનાથી તમે તેને 20થી 25 દિવસ સુધી સાચવીને મુકી શકો છો.
1. સૌથી પહેલા તમે માર્કેટમાંથી ટામેટા લઈને આવો તો તેને વોશ કરો
2. ત્યારબાદ ટામેટાને સ્વચ્છ કપડાથી લૂછી લો
તેનાથી પણ સારી એક રીત છે એ છે ટેપ, જે મોટેભાગે દરેક ઘરમાં મળી જાય છે. દુકાન પરથી સહેલાઈથી ખરીદી શકાય છે. તમે આ ટેપને ટામેટાની આઈસ પર લગાવી દો. બસ એક વાતનુ ધ્યાન રાખો કે ટામેટાની આઈસ એકદમ બંધ હોવી જોઈએ. આ માટે તમારે 3-4 વાર ટેપ લગાડવી પડશે.
મીઠુ અને હળદરથી પણ ટામેટાને સ્ટોર કરવામાં મળશે રાહત
ટામેટાને લાંબા સમય સુધી સ્ટોર કરવાની એક વધુ રીત છે. સૌથી પહેલા તમે એક વાસણમાં પાણી લો. આ પાણીમાં 1 ચમચી મીઠુ નાખી દો. ત્યારબાદ અડધી ચમચી હળદર નખી દો. આ પાણીમાં ટામેટાને સારી રીતે વોશ કરી લો. તમે તેને વિનેગરના પાણીમાં પણ વૉશ કરી શકો છો. ત્યારબાદ સ્વચ્છ કપડાથી ટામેટાને સારી રીતે લૂંછી લો અને પછી કોઈ પોલિથિન બેગ કે બોક્સમાં મુકીને ફ્રિજમાં મુકી દો. તેનો એક ફાયદો એ પણ છે કે આ પાણીથી ધોવાથી કિટાણુ પણ સાફ થઈ જાય છે.