બાથરૂમનો પ્લાસ્ટિકનો દરવાજો થઈ ગયો છે ગંદો ? ચપટીમાં દૂર થઈ જશે ડાધ, બસ અપનાવો આ ટીપ્સ

મંગળવાર, 30 એપ્રિલ 2024 (00:47 IST)
plastic door
Plastic Na Darwaza Kavie Rite Kariye Saaf: આજકાલ, પ્લાસ્ટિકના દરવાજાનો ખૂબ ઉપયોગ થાય છે કારણ કે તે લાકડાના દરવાજા કરતાં સસ્તા અને વોટરપ્રૂફ છે. આ જ કારણ છે કે તે મોટાભાગે બાથરૂમ અને એવી જગ્યાએ  ફીટ કરવામાં આવે છે જ્યાં ભીના થવાનો ડર સૌથી વધુ હોય છે. જો કે, આવા કિસ્સાઓમાં તે ગંદા પણ થઈ  શકે છે. ચાલો જાણીએ કે તમે પ્લાસ્ટિકના દરવાજા તમે કેવી રીતે સરળતાથી  સાફ કરી શકો છો.
 
સફાઈ સામગ્રી
- લિકવિડ સોપ 
- ક્લીનર
- સફેદ સિરકા
- માઈક્રોફાઈબર કાપડ
- સોફ્ટ બ્રિસલ્સવાળો બ્રશ 
- લાકડાની કે લોખંડની સીડી
 
પ્લાસ્ટિકના દરવાજા સાફ કરવાની સહેલી રીત 
 
1. સૌ પહેલા પ્લાસ્ટિકના દરવાજાને સાબુના પ્રવાહીમાં પલાળેલા સ્પંજ અથવા માઇક્રોફાઇબર કાપડથી સાફ કરો. આમ કરવાથી ગંદકી થોડી ઓછી  કરવામાં મદદ મળશે. જો આમ કરવાથી પણ ગંદકી થોડી પણ દૂર નથી થઈ રહી તો તમેં આવું વારંવાર કરો. 
 
2. હવે સ્વચ્છ સુકા કાપડ અથવા માઇક્રોફાઇબર કાપડ લો અને સાબુને સાફ કરો અને તેને સારી રીતે સૂકવો અથવા તે સૂકાય તેની રાહ જુઓ. તમારે દરવાજાના ખૂણાઓને પણ સારી રીતે સાફ કરવા જોઈએ.
 
3. જો તમારો હાથ ના પહોચી રહયો હોય તો  તમે સફાઈ માટે વાંસ, સ્ટીલ કે લોખંડની સીડીનો ઉપયોગ કરી શકો છો. ડબલ સ્ટેન્ડવાળી સીડીનો જ ઉપયોગ કરવાનો પ્રયાસ કરો, કારણ કે પ્લાસ્ટિકના નબળા દરવાજા પર સિંગલ સ્ટેન્ડ મૂકવું યોગ્ય નથી.
 
4. હવે સાબુનું પ્રવાહી અને સફેદ સરકો મિક્સ કરો અને સ્પોન્જની મદદથી દરવાજા પર બબલ્સ  ફેલાવો અને સોફ્ટ બ્રિસ્ટલ બ્રશની મદદથી જીદ્દી ડાઘને સારી રીતે સ્ક્રબ કરો.
 
5. હવે સૂકા કપડાથી દરવાજો સાફ કરો અને જો જરૂરી લાગે તો  છેલ્લે ક્લીનરથી બાકીની ગંદકી દૂર કરો. તમે જોશો કે પ્લાસ્ટિકના દરવાજો ચમકવા માંડ્યો હશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર