આ દિવાળીમાં ઘરમાં આ ટિપ્સથી લાવો નેચરલ રોશની

સોમવાર, 9 ઑક્ટોબર 2017 (17:38 IST)
ફેસ્ટિવલ સીઝનમાં કરવાચોથ પછી હવે લોકોને દિવાળીની રાહ જોઈ રહ્યા છે.  અનેક લોકોએ તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે કે ઘર પર બધી વ્યવસ્થા કેવી રીતે કરવાની છે. આ વખતે શુ જુદુ કરવામાં આવે. અનેક લોકો સાથે એવુ પણ થાય છે કે ઘરના  કોઈને કોઈ રૂમમાં અંધારુ રહી જાય છે. આવામાં અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવી રહ્યા છે જેનાથી તમે અંધારા રૂમને પણ ખાસ લુક આપી શકો છો. જ્યા પર્યાપ્ત રોશની પહોંચતી નથી. 
 
જાણો અંધારામાં અજવાળુ પહોંચાડવાની સહેલી ટિપ્સ 
 
- જે રૂમમાં વધુ અંધારુ રહે છે એ રૂમની દિવાલો પર હળવા( લાઈટ) રંગ પેંટ કરાવો 
- આવા રૂમમાં રોશનીને વધારવા માટે પડદા, બેડશીટ અને કુશન વગરેના રંગ પણ લાઈટ શેડવાળા પસંદ કરી શકો છો. 
- તમે રૂમ માટે મિરર ફર્નીચરનો ઉપયોગ કરી શકો છો. જે થોડીક પણ રોશની અવતા ચમકશે અને રૂમમાં અજવાળુ વધારશે. 
- રિફ્લેટિંગ ફ્લોરિંગ પણ એક સારુ ઓપ્શન છે. જેનાથી રૂમમાં ચમક વધી શકે છે. આજકાલ એલઈડીનો પણ ઉપયોગ થાય છે. 
- તમે રૂમમાં આર્ટિફિશિયલ લાઈટ્સનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત દિવાલો પર લેમ્પ્સ પણ લગાવી શકો છો. 
- આજકાલ લાઈટિગવાળા સીલિંગ ફેન પણ ખૂબ ચાલી રહ્યા છે. જો શક્ય હોય તો તમારા રૂમની સીલિંગમાં લાઈટિંગની વ્યવસ્થા કરી શકો છો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર