યુવતીઓ દ્વારા વિંછીયા પહેરવાને લઈને જુદા-જુદા તથ્ય આપ્યા છે. એવુ કહેવાય છે કે પગની આંગળી દિલ અને યુવતીઓના ગર્ભાશય સુધી જાય છે. વિંછીયા પહેર્યા પછી તેના પર દબાણ પડે છે અને લોહીનુ સંચાર સારુ રહે છે. કેટલાક લોકોનુ માનવુ છે કે પગમાં વિંછીયા પહેરવાથી મહિલાઓનુ બલ્ડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તે સિવાય અનિયમિત માસિક ધર્મની ફરિયાદ પણ દૂર થઈ જાય છે. એવુ કહેવાય છે કે વિંછિયા એક્યુપ્રેશરની રીતે કામ કરે છે.