એ જરૂરી છે કે ઊંઘતી વખતે એવો પૌષ્ટિક આહાર લેવામાં આવે જેનાથી આપણું પેટ ભરાયેલું લાગે. રાતે ખાધા છતાં પણ જો ભૂખ લાગે તો ઘરનું ફ્રિઝ બહુ કામ લાગે છે. કારણ કે તેમાં એવું કંઇક ને કંઇક તો હોય જ છે જેનાથી આપણા પેટની ભૂખ સંતોષી શકાય. વાત કરીએ કે ફ્રિઝમાં એવી કઇ કઇ વસ્તુઓ રાખવી જોઇએ જે રાતે આપણા ખાવામાં કામ લાગે...
પૌષ્ટિક ફળ : સફરજન, પપૈયું, સ્ટ્રોબેરી અને દ્રાક્ષ જેવા ફળો પૌષ્ટિક તો હોય જ છે સાથે તેને અનેક દિવસો સુધી ફ્રિઝમાં સ્ટોર કરીને રાખી શકાય છે. આ ફળો ખાવાથી શરીરમાં ચરબી પણ ઓછી થાય છે. જ્યારે પણ તમે ઉતાવળમાં હોવ કે થાકેલા હોવ ત્યારે તમે તેનું સેવન કરી શકો છો.