ગજબની પેઈન કિલર છે એલ્યૂમિનિયમ ફૉયલ, જાણો કેવી રીતે આનાથી તમારો દુ:ખાવો થશે છૂમંતર

શુક્રવાર, 8 જુલાઈ 2016 (00:05 IST)
તમને એ ખબર હશે કે એલ્યૂમિનિયમ ફૉયલ ખાવાનુ પેક કરવાના કામમાં આવે છે. પણ એક નવી શોધમાં એ વાત સામે આવી છે કે એલ્યૂમિનિયમ ફૉયલના ઉપયોગથી શરીરના કોઈપણ અંગમાં થનારો દુ:ખાવો દૂર કરી શકાય છે. 
 
- ગરદન, પીઠ, ખભા, ઘુંટણ કે પગમાં દુ:ખાવો થઈ રહેલ ભાગ પર એલ્યૂમિનિયમ ફૉયલ લગાવો. દર્દ ગાયબ થઈ જશે. આ ફૉયલમાં ચિકિત્સકીય ગુણ હોય છે.  એલ્યૂમિનિયમ ફૉયલનો એક ટુકડો દુ:ખાવાવાળા સ્થાન પર લગાવીને તેના પર બૈંડેઝ બાંધી દો. તેનાથી દુખાવામા ખૂબ રાહત થશે. આ સાંધાના દુખાવા અને નિશાનના સારવાર માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. 
 
- કમરનો દુખાવો સતાવે તો દવા ન ખાશો. રસોડામાં મુકેલ એલ્યૂમિનિયમ ફૉયલને કમર પર લપેટીને તેના પર ગરમ પટ્ટી બાંધીને સૂઈ જાવ. દુખાવામાં આરામ મળશે. શરીરના વિવિધ અંગોમાં દુખાવો થતા એલ્યૂમિનિયમ ફૉયલ લપેટીને ગરમ પટ્ટી બાંધીને 10થી 12 કલાકની અંદર દુખાવાથી છુટકારો મેળવી શકાય છે. 
 
- એંટી ઈફ્લેમેંટરી ગુણથી ભરપૂર છે એલ્યુમિનિયમ ફૉયલ. શરીરના દર્દનાક ભાગ પર એલ્યૂમિનિયમ ફૉયલ લગાવીને આખી રાત માટે છોડી દો. 
 
- એલ્યૂમિનિયમ ફૉયલથી શરદી પણ ઠીક થાય છે. આ માટે 5-7 પરતમાં ફૉયલને તમારા પગ પર લપેટો. દરેક પરતની વચ્ચે કાગળ અને પાતળુ કપડુ લગાવી દો. થોડી વાર માટે આ રીતે રહેવા દો. લગભગ બે કલાક પછી તેને કાઢીને રીસેટ કરો.  આવુ કરવાથી શરદીમાં આરામ મળશે. 

વેબદુનિયા પર વાંચો