ભીંડા ફક્ત એક શાકભાજી જ નહી પણ આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
- ભીંડામાં વિટામિન એ, બી, ઈ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે અને મેગ્નેશિયમ, પોટેશિયમ. કેલ્શિયમ જેવા તત્વો પણ જોવા મળે છે. ભીંડાનુ સેવન કરવાથી આપણુ શરીર અનેક રોગોથી છુટકારો મેળવી શકાય છે.
-ભીંડામાં રહેલા ચીકણા રેસાદાર ફાઈબર આપણા શરીરને સ્વસ્થ રાખે છે.
- ભીડાનુ સેવન કરવાથી પેટ સંબંધિત રોગો જેવા કે પેટનો દુ:ખાવો, કબજિયાત, પેટમાં ભારેપણુ અનુભવવુ જેવી બધી સમસ્યાઓમાંથી રાહત મળે છે અને સાથે આપણી પાચન ક્રિયાને પણ ઠીક કરવામાં મદદ કરે છે.