માત્ર એક જ મિનિટમાં દૂર કરો માથાનો દુ:ખાવો

શનિવાર, 19 ડિસેમ્બર 2015 (12:31 IST)
માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે. તેને વધુ ગંભીરતાથી ન લેતા તેનાથી રાહત મેળવવા માટે પેન કિલર લઈને બેસી જાય છે. પણ જ્યારે એક વાર આ દુખાવો જોર પકડે છે તો પરેશાની બની જાય છે. પણ આવામાં ડોક્ટરની સલાહ લીધા વગ્રર દવા લેવી ખતરનાક સાબિત થઈ શકે છે. જે આપણા સ્વાસ્થ્ય પર માઠી અસર નાખે છે. 
 
આમ તો માથાના દુ:ખાવા જેવી સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે કેટલાક અન્ય ઉપાયોની પણ મદદ પણ લઈ શકો છો. જેની મદદથી તમે ફક્ત 1 મિનિટમાં તમારા માથાના દુ:ખાવથી મુક્તિ મેળવી શકો છો. 
 
આવો જાણીએ કે એક મિનિટમાં આપણે માથાના દુખાવામાંથી કેવી રીતે રાહત મેળવી શકીએ છીએ. 
 
1. એક્યૂપ્રેશર તકનીકની મદદ 
 
માથાનો દુખાવો એક મિનિટમાં દૂર કરવા માટે એક્યૂપ્રેશર તકનીક પણ મદદરૂપ સાબિત થાય છે. આ માટે તમે  તમારા અંગૂઠો અને તેની પાસેની આંગળી(તર્જની)ની વચ્ચેના સ્થાન પર હળવે હાથે મસાજ કરો. આ પ્રકિયાને બંને હાથ પર કરો. આંગળીની વચ્ચેના સ્થાનેન ગોળાકાર દિશામાં હળવેથી દબાણ નાખતા મસાજ કરો. આ તકનીકથી અમે 1 મિનિટમાં માથાના દુખાવામાં આરામ મેળવી શકશો. 
 
2. સૂંઠનુ પેસ્ટ - સૂકા આદુનો પાવડર મતલબ સૂંઠનો પાવડર એક ચમચી લો. તેને પાણીમાં મિક્સ કરો અને થોડો નરમ કરી લો. થોડો કુણો થતા તેને માથા પર લગાવો. થોડી જ વારમાં તમારા માથાનો દુખાવો છૂમંતર થઈ જશે. 
 
3. તજનું પેસ્ટ - અનેકવાર ઠંડી ગરમ હવા લાગી જવાથી પણ માથાનો દુખાવો શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં તજનો પાવડર પાણીમાં મિક્સ કરી તેની પેસ્ટ બનાવો પછી તેને માથા પર લેપની જેમ લગાવો. થોડી વાર પછી તેને ગરમ પાણીથી સાફ કરો. તમન માથાના દુખાવામાંથી તરત જ આરામ મળશે. 

વેબદુનિયા પર વાંચો