Home Remedies - અઠવાડિયામાં 3 વાર પીવો આ ડ્રિંક, પેટની ચરબી ઓછી થઈ જશે

ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2017 (18:05 IST)
પેટની ચરબીને ખતમ કરવી છે તો તમે આરામથી આ ડ્રિંક મતલબ પીણાનુ સેવન કરી શકો છો. તેને અઠવાડિયામાં ફક્ત 3 ટાઈમ લેવુ પડશે અને તમારી ચરબી ગાયબ થઈ જશે. 
 
પેટ પર જમા થયેલી ચરબીને ઓછી કરવી સોથી મુશ્કેલ કામ છે. આ સમસ્યા દરેક વયના માણસ અને સ્ત્રીઓને થઈ શકે છે.  પેટની વધુપડતી ચરબી ઓછી કરવા માટે આપણે આ લેખમાં કેટલીક પ્રાકૃતિક રીત બતાવી રહ્યા છે. તેથી જો તમે પણ એ જાણવા માંગો છો તો તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યો છે. 
 
આ માટે તમારે થોડી સામગ્રી લાવવી પડશે. આ સામગ્રી એકદમ પ્રાકૃતિક છે અને તમારા કિચનમાં જ મળી રહેશે. 
 
શરીરના અંદરના ભાગમાં જમા ચરબી શરીર માટે ખૂબ હાનિકારક છે. જે લોકોને પેટના ભાગમાં ઘણી બધી ચરબી જમા થાય છે તેમના મેટાબોલિજ્મ સાથે સંબંધિત રોગ થવાની શક્યતા વધુ હોય છે. આ પ્રકારની ચરબીને કારણે તનાવ ઉભા કરનારા ઘણા બધા હાર્મોન જેવા કોર્ટિસોલ અને સાઈટોકાઈન રક્તમાં સ્ત્રાવિત થાય છે. 
 
આ ચરબીને કારણે ઈન્સુલિનનુ ઉત્પાદન પણ પ્રભાવિત થાય છે. જેને કારણે ટાઈપ 2 ડાયાબિટીસ થવાની શ્કયતા પણ ખૂબ વધી જાય છે.  તેથી અહી વાંચો એક પ્રાકૃતિક રીતે પેટની ચરબીને ઓછી કરવાનો. 
 
સામગ્રી - 1 તજનો ટુકડો, 1 ચમચી સિંહપર્ણીની જડ(પીળા રંગનુ જંગલી ફૂલ), 1 ચમચી છીણેલુ આદુ,  દોઢ કપ પાણી, 2 ચમચી મધ,  5 ફુદીનાના પાન 
 
તૈયારી - બધી સામગ્રી મિક્સ કરો અને આ મિશ્રણને સારી રીતે ઉકળવા દો. ત્યારબાદ આ મિશ્રણને ધીમા તાપ પર 10 મિનિટ પાકવા દો. 
 
લાભ - આ પેય અઠવાડિયામાં ત્રણ દિવસ, દિવસમાં 3 વાર પીવો. સવારે ખાલી પેટ જ તેનુ સેવન કરો.  બીજા વખતનુ પીણુ બપોરે જમ્યા પછી પીવાથી આંતરડા સાફ થાય છે. ત્રીજુ પીણુ રાત્રે સૂતા પહેલા પીવો. તમને 3 અઠવાડિયામાં જ તેની અસર જોવા મળશે. 

વેબદુનિયા પર વાંચો