ગળાની સમસ્યામાં તરત આરામ મેળવવા માટે અપનાવો કેટલાક ઘરેલુ ઉપચાર

સોમવાર, 11 જુલાઈ 2016 (16:52 IST)
ગળુ સુકવુ એક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ છે. જેમા ખરાશ, ખિચખિચ થાય છે અને મન કરે છે કે અંદર ખંજવાળવામાં આવે.  અહી સુધી કે જીભના નીચલા ભાગમાં પણ સરસરાહટ થાય છે. જો તમને પણ વરસાદની ઋતુમાં ગળાની સમસ્યા પરેશાન કરી રહી છે તો અપનાવો આ ઘરેલુ ઉપાયો... 
 
1. મધ - એક ચમચી મધ પીધા પછી ઉપરથી થોડુ પાણી પી લો. તેનાથી ગળાને તરત રાહત મળી જાય છે. કફની સમસ્યામાં પણ આરામ મળે છે.  તમે ચાહો તો લીંબૂ અને મધને મિક્સ કરીને પણ પી શકો છો. 
 
2. તુલસીની ચા પીવો - ગળામાં ખરાશ થતા તુલસીની ચા ખૂબ રાહત આપી શકે છે. તેનાથી ગલાની બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહી થાય.  ગરમ પાણીમાં બનેલી તુલસીનુ સેવન દિવસમાં બે ત્રણ વાર કરવાથી એક દિવસમાં જ ખૂબ રાહત મળશે. 

3. કૈંડી - ગળામાં ખરાશ થતા કૈંડીનુ સેવન કરો. માર્કેટમાં ખિચખિચ દૂર કરવા માટે અનેક પ્રકારની કૈંડી મળે છે. આ ખૂબ રાહત આપે છે અને ગળાનો સોજો પણ દૂર કરે છે. પણ એક દિવસમાં ફક્ત 5 જ કૈંડીનુ સેવન કરી શકાય છે. 
 
4. સૂપ પીવો -  ગરમા ગરમ સૂપ પીવાથી ગળાને તરાવટ મળે છે. ગળામાં ખરાશ બતાવે છે કે તમારુ શરીર ડિહાઈડ્રેટ છે અને તમને લિકવિડની જરૂર છે.  સૂપ પીવો. તેનાથી ગળાનો શેક થઈ જશે અને ખરાશથી પણ રાહ મળશે. 

5. પાનનો રસ - પાલકના પાનનો રસ કાઢીને તેના કોગળા કરતા ગળાની બળતરા અને દુખાવો શાંત થાય છે.  કેરીના પાન સળગાવીને તેનો ધુમાડો મોઢામાં લો. આરામ મળશે. તમાલપત્રને પાણીમાં ઉકાળો અને તેના કોગળા કરો. ગળામાં આરામ મળશે. 
 
6. દૂધીનો રસ - દૂધીના રસને કાઢીને તેમા થોડુ મધ અને ખાંડ મિક્સ કરીને પીવાથી ગળાની પીડાથી રાહત મળે છે. 

7. ફાલસાની છાલ - ફાલસાની છાલને પાણીમાં ઉકાળીને તેના કોગળા કરવાથી ગળાના બધા વિકાર દૂર થઈ જાય છે. 
 
8. ડુંગળી - ડુંગળીને વાટીને તેમા જીરુ અને સંચળ મિક્સ કરીને ખાવાથી ગળાની પીડા અને બળતરામાં આરામ મળે છે. 
 
9. આલૂ - આલૂ ચુસવાથી ગળાની ખુશ્કી મટી જાય છે. 

વેબદુનિયા પર વાંચો