ઠંડી પડતા જ આમળાની સીઝન પણ આવી ચુકી છે. આમળા ખાવામાં જેટલા સારા લાગે છે તેનાથી અનેક ગણી વધુ અન્ય સમસ્યાઓમાં ઔષધિનુ કામ કરે છે. વેદોમાં તો તેને અમૃત પણ કહ્યુ છે. આજે અમે તમને આ જ અમૃતકારી ગુણોથી માહિતગાર કરાવીશુ.
1. રક્તસ્ત્રાવ રોકવામાં આમળા ખૂબ જ કામ આવે છે. જો દુર્ભાગ્યવશ તમને વાગી ગયુ હોય અને લોહી નીકળવા માંડે તો તરત જ એ સ્થાન પર આમળાનો રસ લાગાવી લો. જલ્દી આરામ મળશે.
2. આમળાનો રસ પેટમાં પડેલા કીડાનો પણ સફાયો કરવામાં કારગર સાબિત થાય છે.
3. અફીમના ઝેરને ખતમ કરવા માટે પણ આમળાનો ઉપયોગ થાય છે. આ માટે તમે આમળાના પાનને પાણીમાં ઉકાળીને લો હવે આ મિશ્રણને પીડિત વ્યક્તિને પીવડાવો. નશો થોડી જ વારમાં ઉતરી જશે.
4. તાજા શેરડીના રસમાં મઘ મિક્સ કરીને પીવાથી કમળામાં આરામ મળે છે.