કૉફી- હોટ ચોકલેટ , કોલા અને કેફિન યુક્ત ખાદ્ય પદાર્થ ઓછા રક્તચાપમાં ખવડાવવાથી બ્લડ પ્રેશર તરત જ સામાન્ય થઈ જાય છે. જો તમને હમેશા નિમ્ન રક્તચાપ રહે છે તો તમારે રોજ સવારે એક કપ કૉફી પીવી જોઈએ પણ સાથે કઈક ખાવું. પણ આને ટેવમાં શામેલ ન કરો. કારણ કે વધારે કેફીનના નુકશાન પણ હોય છે.
દ્રાક્ષ -દ્રાક્ષને પારંપરિક આયુર્વેદિક દવાના રૂપમાં જોવાય છે. બીપી ઓછુ થતા જ દ્રાક્ષ ખાવી લાભકારી હોય છે. રાત્રે 30 થી 40 દ્રાક્ષ પલાળી મુકો અને સવારે ખાલી પેટ ખાઈ લો. જે પાણીમાં દ્રાક્ષ પલાળી હતી તે પાણી પણ પી શકો છો. મહીનામાં એક વાર આવું કરી શકો છો. તમે ચાહો તો એક ગ્લાસ દૂધમાં 4-5 બદામ, 15-20 દ્રાક્ષ નાખીને પણ ખાઈ શકો છો.