લસણ અને મઘ સાથે ખાવાથી થાય છે ફાયદા

સોમવાર, 20 નવેમ્બર 2017 (17:45 IST)
લસણ અને મઘ એક ખૂબ જ જુની દવા છે. જેને મોટા મોટા રોગોને દૂર કરવા માટે ખાવામાં આવતી હતી. જો તમે પણ કાયમ બીમાર રહો છો અને થાકને કારણે તમારુ મન કોઈપણ કામમાં લાગતુ નથી તેનો સ્પષ્ટ મતલબ છે કે તમારુ ઈમ્યૂન સિસ્ટમ નબળુ પડી ગયુ છે. જો ઈમ્યૂન સિસ્ટમ કામજોર થઈ જાય છે તો માણસને સો પ્રકારની બીમારીઓ ઘેરી લે છે. પણ શુ તમે જાણો છો કે લસણ અને મધને એક સાથે મિક્સ કરીને ખાવાથી આ એંટીબાયોટિકનુ કામ કરે છે. આ એક પ્રકારનુ સૂપર ફુડ છે. 
 
આને બનાવવા માટે 2-3 મોટી લસણની કળીને હળવેથી દબાવીને કૂટી લો અને પછી તેમા શુદ્ધ કાચુ મઘ મિક્સ કરો. આને થોડી વાર માટે આવુ જ રહેવા દો. જેનાથી લસણમાં મઘ સમાય જાય. પછી તેને સવારે ખાલી પેટ 7 દિવસ સુધી ખાવ અને પછી જુઓ કમાલ.  હંમેશા કાચા અને શુદ્ધ મઘનો જ પ્રયોગ કરો. કારણ કે આ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ કરે છે. સાથે જ તેને ખાવાથી વજન પણ ઓછુ થાય છે. આવો જાણીએ કાચા લસણ અને શુદ્ધ મઘને ખાવાના લાભ. 
 
1. ઈમ્યુનિટી વધારો - લસણ અને મધના મેળથી આ મિશ્રણની શક્તિ વધી જાય છે અને પછી આ ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરી નાખે છે.  ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થવાથી શરીર મોસમની મારથી બચી જાય છે અને તેને કોઈ બીમારી થતી નથી. 
 
2. દિલની સુરક્ષા કરે - આ મિશ્રણને ખાવાથી હ્રદય સુધી જનારી ધમનીઓમાં જમા વસા નીકળી જાય છે. જેનાથી લોહીનો પ્રવાહ સારી રીતે હદય સુધી પહોંચી શકે છે.  તેનાથી હ્રદયની સુરક્ષા થાય છે. 
 
3. ગળાની ખરાશ દૂર કરે - આ મિશ્રણને લેવાથી ગળાનુ સંક્રમણ દૂર થાય છે. કારણ કે તેમા એંટી-ઈફ્લેમેટરી ગુણ છે. આ ગળાની ખરાશ અને સોજાને ઓછો કરે છે. 
 
4. ડાયેરિયાથી બચાવે - જો કોઈને ડાયેરિયા થઈ રહ્યો હોય તો તેણે આ મિશ્રણ ખવડાવો. તેનાથી તમારુ પાચન તંત્ર સારુ થશે અને પેટનું સંક્રમણ મરી જશે. 
 
5. શરદી-ખાંસીમાં રાહત અપાવે - તેને ખાવાથી શરદી-ખાંસીની સાથે સાઈનસની તકલીફ પણ ખૂબ ઓછો થઈ જાય છે. આ મિશ્રણ શરીરની ગરમી વધારે છે. અને બીમારીઓને દૂર રાખે છે. 
 
6. ફગલ ઈંફેક્શનથી બચાવે - ફંગલ ઈંફેક્શન, શરીરના અનેક ભાગ પર હુમલો કરે છે. પણ એંટીબેક્ટેરિયલ ગુણોથી ભરેલુ આ મિશ્રણ બેક્ટેરિયાને ખતમ કરી શરીરને બચાવે છે. 
 
7. ડીટૉક્સ - આ એક પ્રાકૃતિક ડીટોક્સ મિશ્રણ છે. જેને ખાવાથી શરીરમાંથી ગંદકી અને દૂષિત પદાર્થ બહાર નીકળી જાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર