ખૂબ જ કામના છે દાદીમાના આ 11 ઘરેલુ નુસ્ખા

ગુરુવાર, 16 જૂન 2016 (18:08 IST)
કોઈ પણ બીમારી હોય તે માટે સૌથી સારા ઘરેલુ નુસખા જ રહે છે. ભલે તે માથામાં દુખાવો હોય કે પછી હાઈ બીપીની સમસ્યા હોય. ઘરની રસોઈમાં મુકેલા મસાલા દરેક વખતે કામ આવી જાય છે. આજકાલ એવા ઘણા ઓછા લોકો છે જે ઘરેલુ નુસ્ખા અજમાવે છે. પણ મોત્રો જો જૂના જમાનાની વાતો કરવામાં આવે તો આપણી દાદી-નાની આના જ ભરોસે આખી જીંદગી કાપી લેતી હતી. તમે પણ અજમાવી શકો છો અમે બતાવેલ આ ઘરેલુ નુસ્ખા. જે ખૂબ જ કામના છે.  પણ જો તમને આ નુસ્ખાથી કોઈ તકલીફ થાય તો તેને તરત જ છોડી દેજો. કારણ કે દરેક વસ્તુ દરેકને સૂટ પણ નથી કરતી. તો આવો જાણીએ ઉપયોગી ઘરેલુ નુસ્ખા. 
 
માસિક ધર્મ દુ:ખાવો - એક ગ્લાસ ઠંડા પાણીમાં 2-3 લીંબુ નિચોડીને રોજ પીવો તો રાહત મળે છે. 
 
સખત માથાનો દુ:ખાવો -  સફરજનને છોલીને બારીક કાપો. તેમા થોડુ મીઠુ મિક્સ કરી સવારે ખાલી પેટ ખાવ. 
 
પેટ ફુલવુ - 1/4 ચમચી બેકિંગ સોડા પાણીમાં મિક્સ કરી પીવો 
 
ગળાની ખરાશ - 2-3 તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને એ પાણીથી કોગળા કરો. 
 
મોઢાનુ અલ્સર - પાકેલુ કેળુ અને મધ મિક્સ કરી ખાવાથી તરત રાહ મળે છે. કે પછી આનુ પેસ્ટ બનાવીને પણ મોઢામા& લગાવી શકાય છે. 
 
હાઈ બીપી - 3 ગ્રામ મેથી દાણા પાવડર સવાર-સાંજ પાણી સાથે લો. આને પંદર દિવસ સુધી લેવાથી લાભ થાય છે. આ ડાયાબિટીઝમાં પણ લાભકારી છે. 

અસ્થમાં - અડધી ચમચી તજ પાવડરને એક ચમચી મધ  સાથે મિક્સ કરી રાત્રે સૂતા પહેલા ખાવ. 
 
ખોડો - કપૂર અને નારિયળ તેલ લગાવો. આને રોજ રાત્રે સૂતા પહેલા પણ લગાવી શકાય છે. 
 
વાળ સફેદ થવા - સુકા આમળાને વચ્ચેથી કાપીને નારિયળ તેલમાં ઉકાળો અને પછી એ તેલથી વાળમાં માલિશ  કરો. 
 
ડાર્ક સર્કલ - સંતરાના રસને ગ્લીસરીન સાથે મિક્સ કરી આંખો નીચે લગાવો. 
 
શરીર પર દઝાવુ - શરીર પર ક્યાય પણ દઝાઈ ગયુ હોય.. સખત તાપથી ત્વચા બળી ગઈ હોય.. કે ત્વચા પર કરચલીઓ હોય કે ત્વચા રોગ હોય તો કાચા બટાકાનો રસ લગાવવાથી ફાયદો થાય છે. 

વેબદુનિયા પર વાંચો