Cholesterol: સૂરજમુખીના બીજથી ઓછુ કરો બેડ કોલેસ્ટ્રોલ, જાણો કેવી રીતે કરશો સેવન ?

બુધવાર, 6 જુલાઈ 2022 (13:17 IST)
- સૂરજમુખીના બીજમાં ફાઈબર ફૈટ્સ, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ જોવા મળે છે. 
- સૂરજમુખીના બીજમાં રહેલા વિટામિન બી3 કોલેસ્ટ્રોલના લેવલને ઓછુ કરે છે. 
 
Cholesterol : દરેક વ્યક્તિ માટે તેનુ સ્વાસ્થ્ય ખૂબ મહત્વ ધરાવે છે. પણ આપણુ શરીર આપણી લાઈફસ્ટાઈલ  અને આપણા ખાવા પીવા મુજબ કામ કરે છે. બદલતી લાઈફસ્ટાઈલને કારણે આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ ઘર કરી લે છે. તેનુ એક મોટુ કારણ આપણુ બગડતી ખાનપાન પણ છે. આજના સમયમાં કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા સામાન્ય થતી જઈ  રહી છે. કોલેસ્ટ્રોલની બીમારી સાથે દરેક વય માણસ ઝઝૂમી રહ્યો છે. 
 
જો શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધુ વધી જાય તો તમને અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કોલેસ્ટ્રોલના વધવાથી સ્ટ્રોક, ટાઈપ 2 ડાયાબિટીજ અને હાર્ટ અટેક જેવી બીમારી થવાનો ખતરો બન્યો રહે છે.  તેથી કોલેસ્ટ્રોલને હળવામાં ન લો. આ એક ગંભીર બીમારી છે અને આ માટે જેટલા ઘરેલુ અને આયુર્વેદિક ઉપાય કરવામાં આવે એટલુ સારુ છે. આવામાં અમે તમારી માટે લઈને આવ્યા છે એક એવો ઉપાય જેના ઉપયોગથી કોલેસ્ટ્રોલ ઝડપથી ઓછો થશે. 
 
સૂરજમુખીના બીજના આયુર્વેદમાં ખૂબ મહત્વ છે. સૂરજમુખીના બીજનુ સેવન કરવાથી વધતા કોલેસ્ટ્રોલને ઓછુ કરી શકાય છે. આ ખૂબ હેલ્ધી હોય છે. તેમા ફાઈબર, ફેટ્સ, પ્રોટીન, વિટામિંસ અને મિનરલ્સ ખૂબ સારી માત્રામાં જોવા મળે છે. સૂરજના બીજમાં રહેલા વિટામિન બી3 કોલેસ્ટ્રોલના લેવલને ઓછુ કરે છે. 
 
કેવી રીતે કરશો સૂરજમુખીના બીજનુ સેવન 
-  કોલેસ્ટ્રોલને ઓછુ કરવા માટે રોજ થોડા થોડા પ્રમાણમાં સૂરજમુખીના બીજનુ સેવન કરવુ જોઈએ. 
- સૂરજમુખીના બીજને તમારા આહારમાં પણ સામેલ  કરો. સલાદ  કે દલિયામાં મિક્સ કરીને ખાવ.  
-  જો તમને તેનો સ્વાદ બદલવો છે તો તમે તેને થોડો સેકીને પણ ખાઈ શકો છો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર