Home Remedies : તુલસીના પાનનુ સેવન કરવાથી કંટ્રોલ થાય છે ડાયાબિટીજ, તરત જોવા મળશે અસર

મંગળવાર, 21 જૂન 2022 (14:39 IST)
- તુલસીના પાનનુ સેવન કરીને ડાયાબિટીઝ કરો કંટ્રોલ 
- ખાલી પેટ તુલસીના પાન ખાવાથી અનેક લાભ મળે છે 
 
 Home Remedies : ડાયાબિટીસ એક ગંભીર રોગ છે, તેને ક્યારેય હળવાશમાં લેવાની ભૂલ ન કરો. જે લોકો આ રોગમાંથી પસાર થઈ રહ્યા છે તેઓ જ સમજી શકે છે કે ડાયાબિટીસને કારણે કેટલી સમસ્યાઓ ઉભી થાય છે. ડાયાબિટીસ એક અસાધ્ય રોગ છે. જેને સંપૂર્ણપણે ખતમ કરી શકાતો નથી, પરંતુ તમે તેને કંટ્રોલ કરીને તેને કાબુમાં રાખી શકો છો. જેના માટે તમારે તમારા ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું પડશે. 
 
બીજી બાજુ તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ઘરેલુ નુસખાનો પણ ઉપયોગ કરી શકો છો. ઘરમા જોવા મળનારી કેટલીક વસ્તુઓથી ડાયાબિટીઝ કંટ્રોલમાં લાવી શકાય છે. 
 
તુલસીના પાનનુ સેવન કરીને ડાયાબિટીજ કરો કંટ્રોલ 
 
ધાર્મિક રૂપથી તુલસીનો છોડ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. ઘરમાં કે પછી આંગણમાં તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. પણ શુ તમે જાણો  છો કે તુલસીના છોડનુ જેટલુ ધાર્મિક રૂપથી મહત્વ છે તેટલુ જ આર્યુવેદમાં પણ છે.   તુલસીને ઔષધીય છોડ માનવામાં આવે છે.  જેનુ સેવન તમને અનેક બીમારીઓથી બચાવી શકે છે. તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે ધરાવે છે, જે પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે પાચનમાં પરેશાની, પેટમાં બળતરા અને એસીડિટી જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
 
આ ઉપરાંત તેમા અનેક એવા તત્વો જોવા મળે છે જે પૈક્રિયાટિક બીટા સેલ્સને ઈંસુલિન પ્રત્યે સક્રિય બનાવે છે. સવારે ઉઠીને ખાલી પેટ બે ત્રણ તુલસીના પાન ખવડાવો.  તમે ચાહો તો તુલસીનો રસ પણ પી શકો છો. આવુ કરવાથી બ્લડ શુગર લેવલ ઓછુ થાય છે. 
 
ખાલી પેટ તુલસીના પાન ખાવાના ફાયદા
 
- રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અસરકારક
- હૃદય માટે ફાયદાકારક
- પાચન માટે ફાયદાકારક
- શરદી દૂર કરવામાં ફાયદાકારક છે
- કેન્સરને રોકવામાં મદદરૂપ 
 
ડાયાબિટિસ કંટ્રોલ કરવા માટે આ વસ્તુ પણ ખાવ 
 
તજનું ચૂર્ણ લેવાથી પણ ડાયાબિટીસમાં ફાયદો થાય છે.
ડાયાબિટીસમાં સરગવાના પાનનો રસ પીવાથી ફાયદો થાય છે
ડાયાબિટીસમાં ગ્રીન ટી પીવી ફાયદાકારક છે
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર