સવારે ખાલી પેટ પાણી પીવાના અનેક ફાયદા છે. જો તમે તમારી બીમારીઓને કાબુમાં કરવા માંગો છો તો રોજ સવારે ઉઠીને પુષ્કળ પાણી પીવો. ખાલી પેટ પાણી પીવાથી પેટની બધી ગંદકી દૂર થઈ જાય છે અને લોહી શુદ્ધ થાય છે. જેનાથી તમારુ શરીર બીમારીઓથી દૂર રહે છે. આપણુ શરીર 70% પાણીથી જ બનેલુ છે. તેથી પાણી આપણા શરીરને વ્યવસ્થિત ચલાવવા માટે પુષ્કળ હદે જવાબદાર પણ છે.
શુ તમે જાણો છો કે સવારે ખાલી પેટ પાણી પીવાનુ ચલણ ક્યાથી શરૂ થયુ ? આ ચલણ જાપાનના લોકોએ શરૂ કર્યુ હતુ. ત્યાના લોકો સવાર થતા જ બ્રશ કર્યા વગર 4 ગ્લાસ પાણી પી જાય છે. ત્યારબાદ તેઓ અડધો કલાક સુધી કશુ જ ખાતા નથી. બેસ્ટ રિઝલ્ટ મેળવવા માટે તમારે સવારે ઉઠતા જ 1.5 લીટર પાણી જેનો મતલબ હ્હે 5-6 ગ્લાસ પાણી પીવુ જોઈએ. પાણી પીવાના 1 કલાક સુધી કશુ પણ ન ખાશો. આ ઉપરાંત તમારે એ વાતનું પણ ધ્યાન રાખવુ જોઈએ કે તમે રાત્રે દારૂનું સેવન ન કર્યુ હોય. તો ચાલો આજે જાણીએ ખાલી પેટ પાણી પીવાના ક્યા કયા ફાયદા છે.
બીમારીઓ દૂર કરે - પાણી પીવાથી ગળાની બીમારી, માસિક ધર્મ, કેંસર, આંખોની બીમારી, ડાયેરિયા, પેશાબ સંબંધિત બીમારી, કિડની, ટીબી, ગઠિયા, માથાનો દુખાવો જેવી બીમારીઓ શરીરમાં દૂર થઈ જશે.