કાળી હળદરના ટૉટકા હોળી પર સૌથી વધારે અજમાય છે

ગુરુવાર, 14 માર્ચ 2019 (14:11 IST)
અહીં પ્રસ્તુત છે પ્રભાવી ટોટકા જે તમારા આકર્ષણમાં વૃદ્ધુ કરે છે સાથે જ ધન આગમનના રસ્તા સરળ બનાવે છે, દુશ્મનથી પણ રક્ષા કરે છે... 

 
1. આકર્ષણ- કાળી હળદરને હોળીના દિવસે સિદ્ધ મૂહૂર્તમાં શુદ્ધ કરીને ગૂગલની ધૂપ આપો. હોળી પૂજનના સમયે તેને ઘસીને તેનો ચાંદલા કરો. આ પ્રયોગથી મનભાવતું માણસ તમારી તરફ આકર્ષિત થશે. 
 
2. ધન- હોળિકા દહનના પૂર્વ પૂજન કરતા સમયે શુભ સિદ્ધ મૂહૂર્તમાં કાળી હળદરને શુદ્ધ કરીને તેના પર ઘી મિશ્રિત સિંદૂર લગાડો. ચાંદીની પ્લેટમાં રાખી ગૂગલની ધૂપ જોવાવી. ઘીનો દીપક પ્રગટાવો. મિષ્ઠાનના ભોગ લગાડો. ત્યારબાદ લાલ રેશમી વસ્ત્રમાં ચાંદીના સિક્કાની સાથે બાંધી દો. પછી તિજોરી કે જ્યાં પૈસા મોકો છો તે સ્થાન પર રાખી દો. આ પ્રયોગ ધનની વૃદ્ધિ કરે છે. 
 
3. દુશ્મનથી નિવારણ- હોળી દહનના સમયે કાળી હળદર શુદ્ધ કરીને તેના પર સિંદૂર લગાડો અને તેને કાળા રેશમી વસ્ત્રમાં ચાર કોડી, આઠ કાળી ગુંજાની સાથે બાંધીને પોટલી બનાવી લો. ગૂગલની ધૂપ જોવાવી અને ઘરના મુખ્ય દ્વારની ચોખટમાં આ રીતે લગાડો કે તે બહારથી કોઈને નજર ન આવે. તેનાથી દુશ્મનના નિવારણ તો હોય છે જ દુશ્મન દ્વારા કરેલ તંત્ર મંત્રથી પણ રક્ષા હોય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર