સરસ્વતી

પરૂન શર્મા

રવિવાર, 3 જૂન 2007 (10:25 IST)
વિદ્યાની દેવી મા સરસ્વતી

વીણા વાદીની સરસ્વતી વિદ્યાની દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે. જ્ઞાન-વિજ્ઞાન, કલા, બુદ્ધિ, મેધા, ધારણાની અધિષ્ઠાત્રી શક્તિના રૂપમાં ભગવતી સરસ્વતીની અર્ચના કરવામાં આવે છે. આચાર્ય વ્યાદિના પ્રસિદ્ધ ગ્રંથમાં વર્ણવવામાં આવ્યું છે કે, શ્રી શબ્દ લક્ષ્મી, સરસ્વતી, બુદ્ધિ, ઐશ્વર્ય, અર્થ ધર્માદિ પુરુષાર્થો, સિદ્ધિયોં, સૌન્દર્ય અને માંગલિક ઉપકરણોં તથા વેશ રચનાના અર્થોમાં ઉલ્લેખિત છે.

અન્ય ગ્રંથોમાં તેનો ભારતી, બ્રાહ્મી, ગીર્દેવી, વાગ્દેવી, વાણી, ભાષા, શારદા ત્રીમૂર્તિ આદિ નામોંથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવતી શારદા સાક્ષાત્ બ્રહ્મસ્વરૂપિણી મહામાયા, મહાશક્ત્યાત્મિક મહાલક્ષ્મી અને મહાકાળીના રૂપમાં છે.

શાસ્ત્રોંમાં સરસ્વતીનું મૂળ નામ શ્રી તથા શ્રીપંચમી મળે છે. વસંત પંચમીના દિવસે સરસ્વતીનો જન્મ દિવસ ઉજવવાની પરમ્પરા છે. શારદા અત્યંત દયાળુ અને ઉદાર હૃદય ધરાવતી દેવી છે. અત્યંત જ્ઞાની હોવાના કારણે તે કરુણાસભર અને જગતનું કલ્યાણ કરનારી દેવી છે.

સરસ્વતીના અનેક મંત્ર પુરાણોમાં વર્ણિત છે. જેમાંથી દસ અક્ષરોંનો આ મંત્ર છે. ' ઐં વાગ્વાદિનિ વદ વદ સ્વાહા'. આ મંત્ર સર્વ વિદ્યાપ્રદાયક અને સર્વાર્થસિદ્ધિપ્રદ છે. બ્રહ્મવૈવર્તપુરાણમાં એક મંત્ર આ પ્રકારે વર્ણિત છે. -ૐ ઐં હ્રીં ક્લીં સરસ્વત્યૈ બુધ જનન્યૈ સ્વાહા.

પ્રાચીન ઋષિ-મહર્ષિ રાગ, દ્વેષ, લોભ, ઈર્ષા, મદ, મોહ પર વિજય પ્રાપ્ત કરવા અન્ત:કરણ પૂર્વક પાવન બ્રહ્મ વિદ્યાના સ્વરૂપમાં સરસ્વતીની પૂજા અર્ચના કરતાં હતાં. તેને પ્રાપ્ત કરીને જીવનમુક્તિના સુખની પ્રત્યક્ષ અનુભૂતિ કરતા રહ્યાં છે. વિદેહમુક્તિ અને કૈવલ્યને મેળવતા હતાં. શબ્દ જાત દ્વારા નિર્મિત સ્વર પાઠ સહિત વિદ્યા સ્વરૂપે સરસ્વતી બ્રહ્માના મુખમાંથી વિવર્તિત થઈ છે. શ્રીમદ્ ભાગવતમાં પણ વર્ણવામાં આવ્યું છે કે, સરસ્વતીની આરાધના ફળદાયક છે.

વેબદુનિયા પર વાંચો