શ્રી ગણેશજીના અસંખ્ય અવતાર હોવા છતાં પણ તેમાંથી આઠ ખુબ જ પ્રસિદ્ધ છે.
વક્રતુંડ- જે સિંહવાહન તેમજ મત્સરાસુરના હંતા છે. એકદંત- જે મુષકવાહન તેમજ મદાસુરના હંતા છે. મહોદર- જે મુષકવાહન, જ્ઞાનદાતા તેમજ મોહાસુરના નાશક છે. ગજાનન- જે મુષકવાહન, સાંખ્યોને સિદ્ધિ આપનાર તેમજ લોભાસુરના હંતા છે. લંબોધર- જે મુષકવાહન તેમજ ક્રોધાસુરના હંતા છે. વિકેટ- જે મયુરવાહન તેમજ કામાસુરના હંતા છે. વિધ્નરાજ- જે શેષવાહન અને મયાસુરના હંતા છે. ધૂમ્રવર્ણ- હે મુષકવાહન તેમજ અહંતાસુરના હંતા છે.
આ અવતારો તેમજ તેમના દ્વારા મારવામાં આવેલ અસુરના વિશે વિવેચન કરીને જોઈએ તો મત્સર, મદ, મોહ, ક્રોધ, કામ, મમતા તેમજ અહંતારૂપ અંતશશત્રુઓનો જ સંકેત આપે છે. સાધકના અરિષ્ટનો નાશ કરીને પરમપદ પ્રાપ્તિ કરવાનો સંકેત તેમની અવતાર-લીલાઓથી જ્ઞાત થાય છે.
યુગભેદથી ગણેશના જુદા જુદા રૂપોનું ધ્યાન
કૃતયુગમાં - સિંહારૂઢ, દશબાહુ, તેજોરૂપ તેમજ કશ્યપના સુત શ્રીગણેશજીનું ધ્યાન કરવું જોઈએ. ત્રેતાયુગમાં - મયૂરવાહન, ષડભુજ, શશિવર્ણ તેમજ શિવપુત્ર શ્રી ગણેશજીનું ધ્યાન કરો. દ્વાપરમાં - મુષકારૂઢ, ચતુર્ભુજ, રક્તવર્ણ તેમજ વરેણ્યં સુતના સૂપમાં શ્રી ગણેશજીનું ધ્યાન કરો. કળયુગમાં- ધુમ્રવર્ણ, દ્વીબાહુ તેમજ સર્વભાવજ્ઞના રૂપમાં શ્રી ગણેશજીનું ધ્યાન કરીને તેમની ઉપાસના કરવી યોગ્ય છે. આ જ વાત ગણેશપુરાણમાં પણ સુચવેલી છે- ध्यायेत् सिंहगतं विनायकममुं दिग्बाहुमाद्ये युगे त्रेतायां तु मयूरवाहनममुं षड् बाहुकं सिद्धिदम्। द्वापरे तु गजाननं युगभुजं रक्तांगरागं विभुं तुर्ये तु द्विभुजं सितांगरुचिरं सर्वार्थदं सर्वदा॥