સ્વાસ્થ્યનો દુશ્મન ક્રોધ

N.D
ક્રોધ આવવો તે એક સ્વાભાવિક બાબત છે. દરેક વ્યક્તિને પોતાની ઈચ્છાને અનુસાર કાર્ય ન થવા પર સમય-સમય પર ક્રોધ આવી જાય છે. પરંતુ કોઈ પણ વસ્તુની અધિકતા ખુબ જ ખતરનાક હોય છે. ક્રોધ સ્વાસ્થ્ય, શાંતિ અને કેરિયરનો દુશ્મન છે. જ્યારે પણ તમે તમારા જીવનનું મુલ્યાંકન કરો તો તમને ખબર પડશે કે જ્યારે પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે ત્યારે કોઈને કોઈ રૂપે ક્રોધ જ જવાબદાર હોય છે. ક્રોધ આવવો તે એક સ્વાભાવિક પ્રક્રિયા છે પણ થોડીક સામાન્ય વાતોનું ધ્યાન રાખીને ક્રોધની તીવ્રતાને ઓછી કરી શકો છો.

* તમારી ભુલને લીધે કોઈ બીજાને ગુસ્સો આવી જાય તો તાત્લાકિલ સોરી કહી દો. જો તમને કોઈ મદદમાં આવે તો તેને થેંક્યુ કહો. આ બંને શબ્દો ખુબ જ ચમત્કારિક છે તેને ખુલ્લા દિલે વાપરો. આવુ કરવાથી તમે સફળતા, શાંતિ અને આનંદની તરફ ચાર પગલાં ભરશો.

* શરીરમાં ગ્લુકોઝનું લેવલ ઓછુ હોવાને લીધે પણ ક્રોધ આવે છે. તેથી ક્રોધ આવવા પર કેલેરી આપનાર ખોરાક જેવા કે ગ્લુકોઝનું પાણી, ટોફી, કેડબરી, ગ્લુકોઝના બિસ્કીટ વગેરે ખાવ.

* ક્રોધનું વાતાવરણ થઈ ગયું હોય તો તે જગ્યાએથી દૂર થઈ જાવ અને ઠંડુ પાણી પી લો.

* ક્રોધ આવવા પર મૌનવ્રત ધારણ કરી લો અથવા તો પોતાનું ધ્યાન અન્ય કાર્યમાં પરોવી દો જેમકે ટીવી જોવી, મ્યુઝીક સાંભળવું, પુસ્તક વાંચવું કે પછી ફરવા માટે નીકળી જવું.

વેબદુનિયા પર વાંચો