Maha Kumbh 2025: આ દેવતાની ભૂલથી આસ્થાનું કેન્દ્ર બની ગયો મહાકુંભ, સમુદ્ર મંથન સાથે છે ઊંડો સંબંધ

મંગળવાર, 7 જાન્યુઆરી 2025 (06:17 IST)
Maha Kumbh  2025 - હિંદુ ધર્મમાં મહાકુંભનું કોઈ તહેવારથી ઓછું મહત્વ નથી.  આ અંગે એવી માન્યતા છે કે જે કોઈ મહાકુંભમાં સ્નાન કરે છે તેના તમામ પાપ ધોવાઈ જાય છે અને તેને જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મળી જાય છે.
 
કુંભ સાથે જોડાયેલી એક પ્રચલિત દંતકથા પણ છે, જે મુજબ કુંભનું આયોજન ચંદ્ર દ્વારા કરવામાં આવેલી ભૂલને કારણે કરવામાં આવે છે. જોકે, આ કથાનું વર્ણન પુરાણોમાં જોવા મળતું નથી. બલ્કે, આ દંતકથાનું વર્ણન અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રાચીન ઇતિહાસના પ્રોફેસર ડૉ.ડી.પી. દુબેનાં  પુસ્તક 'કુંભ મેળોઃ પિલગ્રિમેજ ટુ ધ ગ્રેટેસ્ટ કોસ્મિક ફેર'. માં જોવા મળે છે તો ચાલો જાણીએ  તેના વિશે. 
 
પૌરાણિક કથા મુજબ  (Maha kumbh 2025 significance)
પૌરાણિક કથા અનુસાર, એકવાર અમૃત મેળવવાની ઇચ્છામાં દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું. આ સમય દરમિયાન, ઘણા પ્રકારના રત્નોનો જન્મ થયો, જે સંમતિથી દેવતાઓ અને દાનવોએ પરસ્પર વહેચી લીધા. પરંતુ જ્યારે અંતે ભગવાન ધન્વંતરિ અમૃતનું પાત્ર લઈને બહાર આવ્યા ત્યારે અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું.
 
ચંદ્રદેવને મળી જવાબદારી 
અમૃતને રાક્ષસોથી બચાવવા માટે ઈન્દ્રનો પુત્ર જયંત અમૃતનું પાત્ર લઈને ભાગવા લાગ્યો. આ અમૃતને સંભાળવાની જવાબદારી ચંદ્રને આપવામાં આવી હતી, પરંતુ દેવતા દાનવો વચ્ચેની ખેંચતાણ ના કારણેતેઓ કલશ સંભાળી નાં શક્યા અને  અમૃતના કેટલાક ટીપા પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં પડ્યા. આજે દર 12 વર્ષે આ ચાર સ્થળોએ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, એવું કહી શકાય કે ચંદ્રની ભૂલને કારણે જ આજે મહાકુંભનું આયોજન કરવામાં થાય છે. 
 
શાહી સ્નાનની તિથી  (Kumbh 2025 Shahi Snan Dates)
મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે ભક્તોની ભારે ભીડ જામે છે. આવી સ્થિતિમાં  શાહી સ્નાનની તારીખો આ પ્રકારની રહેશે 
 
-
 સોમવાર, 13 જાન્યુઆરી, 2025 - લોહરી
 
- મંગળવાર, 14 જાન્યુઆરી, 2025 - મકરસંક્રાંતિ
 
- બુધવાર, 29 જાન્યુઆરી, 2025 - મૌની અમાવસ્યા
 
- સોમવાર, 3 ફેબ્રુઆરી 2025 - બસંત પંચમી
 
- બુધવાર, 12 ફેબ્રુઆરી 2025 - માઘી પૂર્ણિમા
 
બુધવાર, 26 ફેબ્રુઆરી 2025 - મહાશિવરાત્રી


મહાકુંભનું મહત્વ
 
મહાકુંભ દર 12 વર્ષે યોજાય છે. મહા કુંભનું આયોજન ચાર તીર્થસ્થળો પર કરવામાં આવે છે - પ્રયાગરાજમાં સંગમના કિનારે, હરિદ્વારમાં ગંગા નદીના કિનારે, ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે અને નાસિકમાં ગોદાવરી નદીના કિનારે. જે વ્યક્તિ મહાકુંભમાં શાહી સ્નાનના દિવસે સ્નાન કરે છે તેને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. આનાથી તેમની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે શાહી સ્નાનના દિવસે સંતો-મુનિઓના સ્નાન પછી જ સ્નાન કરવું જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર