કામના પ્રેશરમાં સહજતા જાળવી રાખવાની કેટલીક ટિપ્સ

બુધવાર, 2 માર્ચ 2016 (16:03 IST)
આજકાલ દરેક એમ્પ્લોયર જોબ આપતી વખતે એવી અપેક્ષા જરૃર રાખે છે કે એમ્પલોયર પ્રેશર એટલે કે કામનું પ્રેશર અથવા તો તણાવની પરિસ્થિતિમાં પણ સહજ રીતે કામ કરે. ઘણી વખત એવું જોવા મળે છે કોઇ કર્મચારી બહુ જ પ્રતિભાશાળી હોય છે પરંતુ વધારે પડતા પ્રેશરની સ્થિતિમાં તે પરફોર્મ કરી શકતો નથી. ત્યારે કામના પ્રેશરમાં સહજતા જાળવી રાખવાની કેટલીક ટિપ્સ અમે લઇને આવ્યા છીએ

યોજના તૈયાર રાખો - સંકટની પરિસ્થિતીનો સામનો કરવા માટે તમારી પાસે હંમેશા યોજના તૈયાર હોવી જોઇએ. આવું થાય ત્યારે તમારી પર જ્યારે કોઇ મુશ્કેલી આવે છે ત્યારે પ્રેશર હોવા થતાં તમે યોજનાબધ્ધ રહીને સારી રીતે કામ કરી શકો છો

પોતાની જાત પર નિયંત્રણ જાળવો - પ્રેશરની સ્થિતીમાં કામ કરવા માટે તમારે તમારી પોતાની જાત પર નિયંત્રણ રાખવું પડશે. તેના માટે તમારે તમારી ભાવનાઓ પર કાબુ રાખવો પડશે પ્રેશરને કારણે તમારી ભાવનાઓ ઉભરી આવે છે ત્યારે તે ભાવનાઓને કાબુમાં રાખવાની ક્ષમતા તમારામાં હોવી જોઇએ.

પરિસ્થિતીઓનું મૂલ્યાંકન કરો - કોઇ સમસ્યા આવે છે તો તાત્કાલિક તેની પર કોઇ પગલું ભરી લેવાની જગ્યાએ તેનું મૂલ્યાંકન કરવું જોઇએ. તે સુનિશ્ચિત કરો કે તમે પરિસ્થિતીને સમજશો ત્યાર બાદ જ તેનું સોલ્યુશન શોધો. તાત્કાલિક કોઇ નિશકર્ષ ન નિકાળી લેવો. નહીં તો તમે કોઇ ખોટુ પગલુ ભરી લેશો.

કોઇ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું - પરિસ્થિતી કોઇ પણ હોય પોતાની જાતને તેના માટે તૈયાર રાખવી . તમે જોયું હશે કે સેના કે પોલીસ મોક ડ્રિલ કરતા હોય છે ત્યારે તમારે પણ વિપરિત પરિસ્થિતીનો સામનો કરવા માટે તમારી જાતને તૈયાર કરવી જોઇએ.

વેબદુનિયા પર વાંચો