ઉપવાસ

શૈફાલી શર્મા

રવિવાર, 3 જૂન 2007 (10:37 IST)
આપણાં દેશ ભારતમાં 'ઉપવાસ' રાખવાની રીત એકંદરે સદિઓ જૂની છે. ઉપવાસ રાખવાની પરંપરા વર્ષો જુની છે. ઉપવાસ શરીરને સ્‍વસ્‍થ રાખવાની પ્રાકૃતિક ચિકિત્સા છે.

લોકો દર અઠવાડિએ અથવા પખવાડીએ એક દિવસ જમ્યાં (ખોરાક) વગર રહીને અથવા ફકત ફળોનું સેવન કરીને આ પરંપરાને અપનાવે છે. ઉપવાસ કરવાથી શરીરની આંતરીક ક્રિયા તથા અંગોને આરામ મળે છે.

પરંતુ આજના પરિવર્તીત યુગમાં ઉપવાસનું રૂપ પણ પરિવર્તન પામ્યું છે. ઉપવાસની જગ્યાએ લોકો આખો દિવસ ફરાળના સ્‍વરૂપમાં સાબુદાણા અને બટેકાની વિવિધ વાનગીઓ અને ફળો ઠાંસી-ઠાંસીને આરોગે છે. જેના કારણે પેટને રોજ કરતાં દોઢું કામ કરવું પડે છે.

મનુષ્‍ય એકમાત્ર એવું પ્રાણી છે કે જે ભૂખ ન લાગવા છતાં કંઇને કંઇ ખાતો રહે છે. ઘણી વખતે તો કોઇપણ બીમાર હોય અને તેને ખાવાની ઇચ્‍છા ન હોય છતાં પણ તેમના સ્‍વજનો આગ્રહ કરીને ખવડાવે છે. અને અંતે તેનું પરિણામ એક જ આવે છે કે, બીમાર વ્યકિતની પાચન ક્રિયા બગડી જાય છે. ડોક્ટરોના કહેવા અનુંસાર બીમારીના સમયે ‍લીધેલાં આહાર સામે રોગીનું નહીં પણ રોગનું પોષણ થાય છે.

'ઉપવાસ'થી ઘણાં બધાં રોગોને દૂર કરવામાં મદદ મળે છે. તેમજ રોગીનું સ્વાસ્થ્ય પણ સારૂં રહે છે. ખરેખર ફ્લૂ. સર્દી તાવ અને પેટદર્દમાં ફક્ત બે-ત્રણ દિવસના ઉપવાસ કરવાથી રાહત મળે છે.

જેમને ઉપવાસની આદત ન હોય તેઓ ઉપવાસ કરે તો લાભની જગ્યાએ નુકશાન થાય છે. માટે તેઓએ ઉપવાસ દરમિયાન હળવો ખોરાક અને ફળ લઇ ઉપવાસ શરૂ કરવા જોઇએ.

કોઇ મોટી બીમારી દરમિયાન કેટલા ઉપવાસ કરવા તે વિશેષજ્ઞની સલાહ દ્વારાજ કરવા. આ સિવાય લાંબા સમય માટે કરેલાં ઉપવાસ દરમિયાન સમયાંતરે લોહી અને પેશાબની તપાસ પણ કરવી જોઇએ. તપાસ દ્વારા લોહીમાં યૂરિયાની માત્રા 45 મિગ્રા. ટકાથી વધુ હોય. તો 'ઉપવાસ'ને તુરંત જ બંધ કરી દેવા જોઇએ.

ઉપવાસને બંધ કરવા માટેના પણ અમુક નિયમો છે. ઉપવાસ પૂરા કર્યા બાદ તુરંત ભરપેટ ખોરાક લેવો ન જોઇએ. ઉપવાસ બાદ થોડો-થોડો સુપાચ્ય આહાર લેવો જોઇએ. શક્ય હોય ત્યાં સુધી જ્યુસ અને ખીચડી જેવા હળવા ખોરાક બાદ ઠોસ આહાર પર આવવું જોઇએ.

વર્ષોથી ચાલી આવતી ભારતીય ઉપવાસ પરંપરા પ્રમાણે દરેક સ્‍વસ્‍થ લોકોએ 15-20 દિવસમાં એક વખત ઉપવાસ રાખવો જોઇએ. ઉપવાસ દ્વારા શરીરની શુદ્ધિ પણ થાય છે અને રોગોની સામે લડવાની રોગપ્રતિકારક શક્તિનો પણ વધારો થાય છે.

વેબદુનિયા પર વાંચો