Vinesh Phogat Election Result- ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પર નજર કરીએ તો જુલાના સીટ માટે અત્યાર સુધીમાં 14 રાઉન્ડ વોટની ગણતરી થઈ ચૂકી છે. મતોની ગણતરી બાદ વિનેશ ફોગાટ તેના નજીકના હરીફ ભાજપના ઉમેદવાર યોગેશ કુમાર કરતાં 5000થી વધુ મતોથી આગળ છે. હવે માત્ર એક રાઉન્ડની ગણતરી બાકી છે. આવી સ્થિતિમાં વિનેશ ફોગાટે પોતાની જીત સુનિશ્ચિત કરી હોય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
બીજા ક્રમે ભાજપના યોગેશકુમાર રહ્યા હતા જેમને 59065 મતો મળ્યા હતા.
વીનેશ ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણીના થોડા સમય પહેલાં જ કૉંગ્રેસમાં સામેલ થયાં હતાં. તેમની સાથે કુસ્તીબાજ બજરંગ પુનિયા પણ કૉંગ્રેસમાં જોડાયા હતા.