હનુમાન જયંતિ 2024 - બજરંગ બાણનો પાઠ કરવાથી ભય અને પરેશાનીઓ થશે દૂર
બુધવાર, 3 એપ્રિલ 2024 (18:13 IST)
જો કોઇ વ્યક્તિ તેનાં જીવનમાં કોઇ પ્રકારનાં સંકટમાં ફસાયેલું છે કે પછી તેનાં જીવનમાં કોઇ વિશેષ લક્ષ્યની પ્રાપ્તિ કરવાની છે તો તેને દરેક મંગળવારે બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. આ વખતે હનુમાન જયંતિ મંગળવારે આવી રહી છે તેથી આ દિવસે બજરંગબાણનો પાઠ કરવાથી અનેકગણો લાભ થાય છે
- ધર્મ ગ્રંથ અનુસાર, બજરંગબલીને બજરંગ બાણનાં પાઠ કરવાથી વ્યક્તિને કોઇ ગંભીર રોગ થતો નથી. સાથે જ દરેક પ્રકારનાં રોગ અને દોષમાંથી મુક્તિ મળે છે.
- એવું માનવામાં આવે છે કે, જો કોઇ કાર્યમાં નિશ્ચિત સફળતા જોઇએ તો હનુમાન જયંતિ અને મંગળવારનાં દિવસે બજરંગ બાણનાં પાઠ કરવા જોઇએ. આ પાઠ કરવાંથી વ્યક્તિને કાર્યમાં સફળતા અવશ્ય મળશે.
- જો કોઇ વ્યક્તિનાં શત્રુ તેનાં પર હાવી થતા હોય તો તો તેણે બજરંગ બાણનાં પાઠ મંગળવારે કરવાં જોઇએ. બજરંગ બાણનાં પાઠ કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત કરવાનાં આશીર્વાદ મળે છે.
-આ ઉપરાંત મંગળવારનાં દિવસે બજરંગ બાણનાં પાઠ કરવાથી અજ્ઞાત ભય દૂર થાય છે અને કાર્યોમાં લાંબા સમયમાંથી આવતી બાધાઓ દૂર થાય છે. સાથે જ અટકેલાં કાર્ય પૂર્ણ થાય છે.
-બજરંગ બાણનાં દર મંગળવારનાં દિવસે નિયમિત પાઠ કરવાંથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ઉન્નતિ આવે છે.