ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે ઊઠીને સ્નાન કરીને પૂજા કરો. વાસ્તવમાં આ દિવસે વ્રત રાખવાની પરંપરા છે. પરંતુ જો કોઈ કારણસર તમે વ્રત ન રાખી શકો તો આ મુખ્ય કાર્યો ચોક્કસ કરો. ગુરુ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓ કરવાથી જીવન સફળ, સુખદ અને સમૃદ્ધ બને છે.
ગુરુ પૂર્ણિમાના દિવસે, ગુરુ અથવા ગુરૂ તુલ્ય વ્યક્તિનાં ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવો. આ દિવસે તમે દાદા-દાદી, માતા-પિતા, મોટા ભાઈ અથવા બ્રાહ્મણના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પણ લઈ શકો છો. તેમને કેટલીક ભેટ પણ આપો.