કોમ્પ્યુટર એન્જિનિયર અને ફિલ્મ અભિનેત્રી સોનુ ચંદ્રપાલ સાથેની ખાસ મુલાકાત
સોમવાર, 26 સપ્ટેમ્બર 2016 (14:05 IST)
હાલમાં ગુજરાતી ફિલ્મોમાં અનેક નવી અભિનેત્રીઓ આપણને જોવા મળે છે, ત્યારે અમદાવાદની એક એવી ગુજરાતી અભિનેત્રીની વાત કરવી છે જેણે હિન્દી સિરિયલો અને સાઉથ ઈન્ડિન ફિલ્મોમાં કામ કર્યું છે. સોનું ચંદ્રપાલ એક એવી અભિનેત્રી છે જેણે તાજેતરમાં જ એક અર્બન મૂવીમાં કામ કરવાનું શરૂ કર્યુ છે. તો આવો તેની સાથે થયેલી વાત જાણીએ.
તમારી ફિલ્મી કારકિર્દી ક્યારથી શરૂ થઈ
જ્યારે હું કોલેજમાં હતી ત્યારથી જ મેં એક્ટિંગ અને મોડેલિંગ ફિલ્ડમાં કામ શરૂ કરી દીધું હતું. મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે. અને એન્જિનિયરિંગ કોલેજમાં બહુ સ્ટ્રીક હોય છે. એટલે મને શૂટિંગ માટે કોલેજમા રજાઓ પાડવામાં મોટો પ્રોબ્લેમ થતો હતો. તે છતાં પણ મેં આ ફિલ્ડમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે મારે મોડેલિંગ ફોટો શૂટ હોય ત્યારે હું કોલેજમાં ક્લાસિસ પુરાં કરીને જ જતી હતી. આખો દિવસ કોલેજ ક્લાસીસ એટેન્ડ કર્યાં પછી શૂટ કરવામાં થાક તો બહુ લાગતો પણ હું એવુ માનું છું કે લાઈફના ગોલ અને ડ્રીમ પુરા કરવા માટે આપણે મહેનત તો કરવી જ પડે.
તમારી પ્રથમ ફિલ્મ કઈ હતી
મારી પ્રથમ ફિલ્મ સાઉથ ઈન્ડિયન ફિલ્મ હતી. જેનું નામ મા વોરી મહારીશી. એ પછી મે ઘણી હિન્દી સિરિયલમાં કામ કર્યું. જેમ કે સહારા વન પર તુજ સંગ પ્રિત લગાઈ સજના, દૂરદર્શન પર ઉમીદ નઈ સુબાહ કી, બીગ મેજિક પર કિસ દિન મેરા બ્યાહ હોવાય ગા, સ્ટાર પ્લસ પર સુહાની સી એક લડકી જેવી સિરિયલોમાં કામ કર્યું છે.
હાલમાં તમે કયા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છો.
હાલમાં હું એક અર્બન ગુજરાતી ફિલ્મ કરી રહી છું જેનું 70 ટકા જેટલું શૂટિંગ મેં પુરુ કરી દીધું છે. તે ઉપરાંત એક સાઉથની ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.
સાઉથની કુલ કેટલી ફિલ્મોમાં કામ કર્યું
મેં સાઉથની કુલ ચાર ફિલ્મોમાં કામ કર્યું છે.
કુલ કેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું
મેં હિતેન કુમાર સાથે એક ગુજરાતી ફિલ્મ હા હુ દિકરીનો બાપ માં કામ કર્યું છે.
ગુજરાતી ફિલ્મો વિશે શું કહેવા માંગો છો
એ સમયે ગુજરાતી ફિલ્મ એટલી પ્રકાશમાં નહોતી એટલે તેમાં ખાસ કામ કર્યું નથી. અને જ્યારે ગુજરાતી ફિલ્મો સારી રીતે બનતી થઈ ત્યારેતો હું બહુ નાની હતી. એ સમયે આ ફિલ્મોનું માર્કેટ ધીરે ધીરે ડાઉન થતું ગયું. અને મેં જ્યારે એક્ટિગ અને મોડેલિંગ ફિલ્ડમાં કામ સ્ટાર્ટ કર્યું ત્યારે તો ગુજરાતી ફિલ્મની ક્વોલિટિ ખૂબજ ડાઉન હતી. એટલે મેં આ ઈન્ડસ્ટ્રીઝમાં કામ ઓછું કરવાનો નિર્ણય લીધો. કારણ કે મને એવી કોઈ સ્ક્રિપ્ટ મળી જ નહીં, મેં એક જ ફિલ્મમાં કામ કર્યું કેમ કે તેની સ્ટોરી ખૂબ સારી હતી.
હાલનો સમય ગુજરાતી ફિલ્મો માટે કેવો છે. અત્યારની વાત કરીએ તો હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ઘણી ઉપર આવી ગઈ છે. અને ગુજરાતી હોવાના નાતે મને એ વાતની ખુશી છે કેમ કે ઘણી સારી ગુજરાતી ફિલ્મો હવે બની રહી છે. જેને જોઈને મને પણ હવે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનું ગમશે. સારી સ્ટોરી અને સારા લેવલની ફિલ્મ હશે તો હું તેમાં ચોક્કસ કામ કરીશ. તમારૂ ડ્રીમ શું છે. મારા ડ્રીમ તો ઘણાં છે પણ આ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો મારૂ ડ્રીમ એક સારી અભિનેત્રી બનવાનું છે. સારી અભિનેત્રી એટલે ફેમ નેઈમ અને પૈસા મેળવવા માટે નહીં પણ એક સારી કલાકાર બનવાનું છે. જેની એક્ટિંગ સારી હોય. જેમ ઈરફાન પઠાણ, મનોજ બાજપાઈ, અમિતાભ બચ્ચન, નાસિરૂદ્દિન શાહ, પરેશ રાવલ, આ લોકોની જેમ મારે મારૂ નામ કરવું છે. મને ચેલેન્જિંગ રોલ બહુ પસંદ છે. તમારી ફેવરીટ ફિલ્મ, એક્ટ્રેસ અને એક્ટર કોણ છે. દર્શકોને ગમે તેવી દરેક ફિલ્મો મને પસંદ છે. પણ એક અભિનેત્રી તરીકે મને ઓફ બિટ ફિલ્મો પસંદ છે. એટલે એક ફિલ્મનું નામ લેવું મારા માટે અઘરૂ છે. મને સંજય લીલા ભણસાલીની ફિલ્મો બહુ પસંદ પડે છે. તેઓ મારા ફેવરેટ દિગ્દર્શક છે. મારૂ ડ્રીમ છે કે મને તેમની સાથે કામ કરવા મળે. સાઉથની ફિલ્મોમા કામ કરવાનો એક નેગેટિવ અનુભવ જણાવશો સાઉથની ફિલ્મોમાં કામ કરવાનો સૌથી મોટો અનુભવ મને ત્યાંનું જમવાનું અનુકુળ નથી આવતું. ત્યાંનું જમવાનું ટેસ્ટમાં બહુ અલગ હોય છે. અને મને સાઉથ ઈન્ડિયન ટેસ્ટ બહુ પસંદ નથી, આ અનુભવ મારા માટે નેગેટિવ એટલા માટે છે કેમ કે હું બહુ જ ફૂડી છુ. મને પ્રોપર ટેસ્ટનું જ ખાવાનું ગમતું હોય છે. આ સિવાય કોઈ જ નેગેટિવ એક્સપિરિયન્સ મને થયો નથી.