ગુજરાતી ગાયક કિંજલ દવેની સગાઈ તૂટી, સોશિયલ મીડિયા પરથી પોસ્ટ્સ હટાવી

શુક્રવાર, 10 માર્ચ 2023 (18:06 IST)
કિંજલ અને તેના ભાઈની સગાઈ એક જ પરિવારમાં થઈ હતી
 
લોકપ્રિય ગુજરાતી ગાયક અને ગરબા કિંગ કિંજલ દવેની સગાઈ તૂટી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. કિંજલ દવેએ આજથી પાંચ વર્ષ પહેલાં પવન જોશી નામના યુવક સાથે પરંપરાગત રીતે પોતાના વતન જેસંગપરામાં સગાઈ કરી હતી. ત્યારબાદ અમદાવાદમાં અખાત્રીજ દિવસે મિત્રોને પરિવારજનોની હાજરીમાં રિંગ સેરેમની યોજાઈ હતી.
 
સગાઈ તૂટતાં સોશિયલ મીડિયામાંથી તસ્વીરો હટાવી 
હાલમાં એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે, કિંજલ દવે અને તેના ભાઈ આકાશ બંનેની સાટા પદ્ધતિથી સગાઈ થઈ હતી. જેમાં આકાશની કિંજલના ફિયાંસ પવન જોષીની બહેન સાથે સગાઈ કરવામાં આવી હતી. પરંતુ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કર્યા હોવાથી કિંજલની પણ સગાઈ તુટી ગઈ છે. સગાઇ તૂટી જતા કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલી તસવીરો પણ હટાવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
 
કિંજલ દવે કે જેનો જન્મ 20 નવેમ્બર 1999માં ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. જેને બાળપણથી જ ગાવાનો શોખ હતો. તે જ્યારે સ્કૂલમાં ભણતી ત્યારે પણ રજા લઇને ગરબા, લોકડાયરા જેવાં કાર્યક્રમોમાં હાજરી આપવા જતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર