ગુજરાતી ફિલ્મ છોકરી વિનાનું ગામના ગીતોએ YOU TUBE ધૂમ મચાવી
બુધવાર, 13 જુલાઈ 2016 (16:48 IST)
વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ કહેવાતા બેટી બચાવો બેટી પઢાઓના મુદ્દા પર તૈયાર થયેલી ફિલ્મ છોકરી વિનાનું ગામ હજી રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે તેના ગીતોએ YOU TUBE અને Wynk Music પર ધૂમ મચાવી રહ્યાં છે. આ ઘટના પહેલી વાર બની છે જ્યારે કોઈ ગુજરાતી ફિલ્મ રિલઝ થવાની તૈયારીમાં હોય અને તેના મ્યૂઝિકને સોશિયલ મીડિયામાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હોય.
આ ફિલ્મના ગીતો ફિલ્મના લેખક કાર્તિકેય ભટ્ટે લખ્યાં છે અને તેનું મ્યૂઝિક નિસર્ગ ત્રિવેદીએ આપ્યું છે. રોઈ રોઈને હું એ થાકી, રંગી નાંખ્યો તથા અન્ય ગીતોએ ફિલ્મના આકર્ષણને વધારે આકર્ષિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં કોઈ લીડ રોલમાં મુખ્ય અભિનેતા કે અભિનેત્રી નથી અને કોઈ વિલનનું પાત્ર કોઈ મોટો જાણીતો અભિનેતા નથી ભજવતો. માત્ર એક ગંભીર મુદ્દાને લોકોને મજા પડે અને મનોરંજનની સાથે એક સારો સંદેશ મળે તે માટે કોમેડી રૂપમાં આ ફિલ્મમાં રજુ કર્યો છે.
ફિલ્મના લેખક પ્રો, કાર્તિકેય ભટ્ટ આ અંગે કહે છે કે સોશિયલ મીડિયા પર આ ફિલ્મના ગીતોને લોકોએ ખૂબજ લાઈક આપી છે. તે ઉપરાંત આ ગીતો અન્ય ગુજરાતી ગીતો કરતાં તદ્દન અલગ હોવાથી તે દર્શકોના મોંઢે ગવાશે એ વાત પણ માની શકાય એમ છે. હાલમાં YOU TUBE અને Wynk Music વીડિયો સાથે આ ગીતો ધૂમ મચાવી રહ્યાં છે. તેઓ કહે છે કે આ ફિલ્મ પણ લોકોને ખૂબ ગમશે કારણ કે તેમાં એક સામાજિક સંદેશો છે જે આજના સમાજે સમજવો જરૂરી બને છે.