ઘરમાં યીસ્ટ બનાવવાની રીત

સોમવાર, 8 નવેમ્બર 2021 (14:43 IST)
યીસ્ટ માટે સામગ્રી 
 
એક કપ લોટ
બે ચમચી દહીં
બે ચમચી ખાંડ
એક ચમચી વરિયાળી પાવડર
 
યીસ્ટ બનાવવા માટેની ટિપ્સ
સૌપ્રથમ એક કડાઈમાં મધ્યમ તાપ પર અડધો કપ નવશેકું પાણી ગરમ કરો અને તાપ બંધ કરો.
હુંફાળા પાણીમાં મેંદો નાખી ઘટ્ટ ખીરું બનાવો. પછી તેમાં વરિયાળી, દહીં અને ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લો.
આ મિશ્રણને 5-6 મિનિટ માટે સારી રીતે ફેંટવુ. નોંધ કરો કે તમે તેને જેટલી સારી રીતે હલાવશો ખમીર વધુ સારું રહેશે.
ફેંટ્યા પછી તેને નાના એરટાઈટ બરણીમાં કે બોક્સમાં નાખીને રાખો.
18 થી 24 કલાક પછી મિશ્રણમાં નાના પરપોટા દેખાશે,  યીસ્ટ તૈયાર છે.
આ ખમીર અથવા યીસ્ટને રેફ્રિજરેટરમાં 7 દિવસ સુધી રાખી શકાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર