ગૃહણીઓ વસંતપંચમીના દિવસે સ્વાદિષ્ટ પકવાન બનાવે છે. વસંત પંચમીમાં પીળો રંગ પ્રમુખ હોય છે, કારણ કે લોકો માત્ર પીળા રંગના કપડા જ નહીં પરંતુ દેવીને ચઢાવવા માટે બનાવાનું ભોજન પણ પીળા રંગનું હોય છે. ઘણાં પારંપારિક પીળા રંગની મીઠાઇઓનું સંબંધી અને ભાઇબંધી વચ્ચે લેવણ-દેવણ પણ કરવામાં આવે છે.
દરેક મીઠાઇઓને પીળા રંગની બનાવા માટે તેમાં કેસર કે પીળો રંગ નાંખવામાં આવે છે. આ તહેવારમાં એક વિશેષ પ્રકારની કેસર હલવા નામની મીઠાઇને આટા, ખાંડ, માવા અને ઇલાયચી પાઉડર બનાવીને ખાય પણ છે. આ ડિશમાં કેસરના રેશાઓથી સ્વાદ આપી શકાય છે. જેના કારણે મીઠાઇઓને પીળો કલર આપી શકાય છે.