ઉબાડિયા ને મઠા સાથે પીરસવામાં આવે છે. મઠો એટલે મસાલા છાશ. મઠો બનાવવા માટે મિક્સર જારમાં ધાણા ની પેસ્ટ, લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, ફુદીનો, કરી પત્તા, મીઠું અને જીરું ઉમેરીને બધું વાટી લેવું. હવે એક વાસણમાં દહીં લઈ ને ફેંટી લેવું. હવે તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરીને બધું બરાબર હલાવી, પાણી ઉમેરીને મઠો બનાવી લેવો.