સામગ્રી - 4 રોટલી, ઝીણી સમારેલી બારીક ડુંગળી 1, ઝીણા સમારેલા ટામેટા 1, સમારેલા મરચા 2, શિમલા મરચા ઝીણા સમારેલા ½, રાઈ ½ ચમચી, મગફળીના દાણા સેકેલા એક ચમચી, ધાણાજીરુ એક ચમચી, લાલ મરચાંનો પાવડર ½ ચમચી, લીંબૂનો રસ ½ ચમચી સ્વાદમુજબ મીઠુ. તેલ અને ઝીણા સમારેલા ધાણા.
રોટલીનો ઉપમા બનાવવાની વિધિ - સૌ પહેલા રોટલીઓના ઝીણા ટુકડા કરી લો. ત્યારબાદ એક પેનમાં તેલ નાખીને તેમા રાઈ તતડાવો. પછી લીલા મરચા અને ડુંગળી નાખીને બફાવો દો. જ્યારે ડુંગળી ગોલ્ડન થઈ જાય ત્યારે તેમા ટામેટા, શિમલા મરચા અને મટર નાખો ને 3 મિનિટ સુધી થવા દો.