1/2 ચમચી આમચૂર
1 ટીસ્પૂન ચાટ મસાલા
વિધિ
- એક થાળીમાં લોટ, મેંદો, અજમા, મીઠું, પાલકની પ્યૂરી, ઘી નાખી સારી રીતે મિક્સ કરી લો.
- એક વાસણમાં બટાટાને મેશ કરી લો. ત્યારબાદ તેમાં લીલા મરચાં, મીઠુ સ્વાદપ્રમાણે, લાલ મરચાં પાઉડર, આમચૂર, ચાટ મસાલા નાખી સારી રીતે મિક્સ કરીલો.
- હવે એક લૂંઆ લઈ તેના પર સૂકો લોટ લગાવી આંગળીથી વાટકીનો શેપ બનાવી લો.
- તેના વચ્ચે બટેટાના મસાલા રાખી લૂંઆનને ચારે બાજુથી પેક કરી લો. પછી તેના પર થોડું લોટ લગાવીને હળવા હાથથી વળી લો.
- મધ્યમ તાપ પર તવો મૂકો. તેના પર ઘી લગાવી કે તેલ લગાવી લો.
- ત્યારબાદ તવા પર પરોંઠા નાખી બન્ને સાઈડથી શેકી લો.
- બાકીની લૂંઆના પણ આ રીતે પરોંઠા બનાવી લો.
- તૈયાર છે પરોંઠા પર માખણ નાખી દહીં અને અથાણા સાથે ખાવો અને ખવડાવો.