તમારી રસોઈને વધુ સ્વાદિષ્ટ બનાવી દેશે આ કમાલની ટિપ્સ

બુધવાર, 1 જૂન 2016 (15:17 IST)
અનેકવાર ખાવામાં કશુ કમી રહી જાય છે તો કેટલીક વાર ખાવાનુ બચી જાય છે. આવામા જો કેટલીક સહેલી ટિપ્સ અજમાવવામાં આવે તો રસોઈ બનાવવાને અને કિચનના કામને સરળ બનાવી શકાય છે. 
 
- જો મિક્સ વેજ કટલેટ બનાવી રહ્યા છો તો શાકભાજી ઉકાળ્યા પછી જે પાણી બચે તેને સૂપ કે પછી દાળમાં નાખવાથી તેનો સ્વાદ વધી જશે. 
- દૂધીનો હલવો બનાવતી વખતે જો તેમા મલાઈ નાખીને સેકવામાં આવે તો હલવો વધુ સ્વાદિષ્ટ બનશે. 
- દહી વડા બનાવતી વખતે વાટેલી દાળમાં થોડુ દહી મિક્સ કરીને ફેંટવામાં આવે તો દહી વડા વધુ સ્વાદિષ્ટ નએ મુલાયમ બનશે. 
- દહી જમાવતી વખતે દૂધમાં નારિયળનો ટુકડો નાખવામાં આવે તો દહી 2-3 દિવસ સુધી તાજુ રહેશે. 


વધુ રેસીપી વિશે જાણવા માટે આગળ વાંચો 

- દેશી ધી ને વધુ દિવસ સુધી તાજુ રાખવા માટે તેમા એક ટુકડો ગોળ અને એક ટુકડો સંચળ નાખી દો. 
- મગનીદાળના ચીલા બનાવતી વખતે 2 મોટી ચમચી ચોખાનો લોટ મિક્સ કરો. તેનાથી ચીલા કુરકુરા બનશે. 
- દૂધ કે ખીર બળી જાય તો તેમા 2-3 નાગરવેલના પાન નાખીને ગરમ કરવાથી બળવાની દુર્ગંધ જતી રહેશે. 
- બચેલા ઢોકળા કે ઈડલીને નાના ટુકડામાં કાપીને બેસનના મિશ્રણમાં ડુબાવીને તેના પકોડા બનાવી લો. 
- લીલા વટાણાને વધુ સમય સુધી તાજા રાખવા માટે પ્લાસ્ટિકની થેલીમાં નાખીને ફ્રિજરમાં મુકી દો. 

વેબદુનિયા પર વાંચો