સામગ્રી - 140 ગ્રામ લોટ, 70 ગ્રામ બેસન, 150 ગ્રામ ડુંગળી, 1 ટેબલસ્પૂન ફુદીનો, 1 ટેબલસ્પૂન ધાણા, 1 ટીસ્પૂન મીઠુ, 1/2 ટી સ્પૂન લાલ મરચુ, 1/4 ટી સ્પૂન અજમો, 1/2 ટી સ્પૂન જીરુ, 1 ટેબલસ્પૂન ઘી, 400 મિલી. પાણી.
બનાવવાની રીત - એક બાઉલમાં લોટ, બેસન, ડુંગળી, ફુદીનો, ધાણા, મીઠુ, લાલ મરચુ, અજમો, જીરુ, ઘી અને પાણી નાખીને સારી રીતે મિક્સ કરો અને ગૂંથી લો. તેને 10 મિનિટ માટે આવુ જ રહેવા દો.
- હવે થોડો લોટ લો અને મીડિયમ સાઈઝની બોલની જેમ બનાવી લો અને પછી વણો.
- ત્યારબાદ તવાને ગરમ કરીને રોટલીને મધ્યમ તાપ પર સેકો. પછી તેને પલટો અને થોડુ ઘી લગાવીને પકવો.
- આવી જ રોટલીને બીજી સાઈડથી પકવો.. મિસ્સી રોટલીને સારી રીતે સેકો.
- મિસ્સી રોટલી તૈયાર છે. તેના પર બટર લગાવીને સર્વ કરો.