કેરલની જાણીતી રેસીપી - માલાબાર પરાઠા

મંગળવાર, 28 જૂન 2016 (17:24 IST)
ફરવા માટે કેરલ એક સારા સ્થળ તરીકે તો ઓળખાય જ છે. પણ શુ તમે ત્યાના માલાબાર પરાઠા કયારેય ખાધા છે. તો આજે ઘરે આનંદ ઉઠાવો માલાબાર પરાઠાનો .. 
3 કપ મેંદો સારી ક્વોલિટીનો, 2 ચમચી ઘી, 1 ઈંડુ, અડધો કપ દૂધ, 1 ચમચી ખાંડ, જરૂર મુજબ તેલ. 
 
બનાવવાની રીત - એક બાઉલમાં મેંદો, ઘી, દૂધ, ખાંડ, મીઠુ, ઈંડુ અને હલકુ તેલ લઈને જરૂર જેટલુ પાણી નાખીને લોટ બાંધી લો.  તૈયાર લોટને ભીના કપડાંથી ઢાંકીને 15 મિનિટ સુધી રાખી મુકો.  હવે લોટના લૂવા બનાવી લો. એક પ્લેટમાં તેલ લો અને લૂવાને તેમા નાખીને થોડી વાર માટે બીજી વાર કપડાથી ઢાંકી દો. 
 
વણવા માટે લાકડી કે પત્થરનો બેસ લો અને પછી તેની પર તેલ લગાવો અને લોઈથી રોટલી વણી લો. આ પરાઠા થોડો મોટા આકારના બનશે તો તમે સ્લેબ પર પણ તેને વણી શકો છો. હવે લૂઆને હળવા હાથથી થોડુ વણી લો અને પછી તેમાં ઘી લગાવો. તેમા એક સાઈડથી કટ લગાવો જે સેંટર પૉઈંટ સુધી જવુ જોઈએ. હવે તેને ફેરવીને ભમરડા જેવો આકાર આપો. 
 
તેને હળવા હાથે વણી લો. આ રીતે પરાઠામાં પરત સારી બનશે.  ગેસ પર તવો ગરમ કરો. તેના પર પરાઠો નાખો અને તેને એક બાજુ સેકાયા પછી પલટી લો. હવે સેકેલા ભાગ પર તેલ લગાવીને પલટો અને બીજી સાઈટ પર પણ સેકી લો.  જ્યારે બંને તરફથી સેંકાય જાય ત્યારે પ્લેટમાં ઉતારીને હાથ વડે હળવો દબાવી લો. ધ્યાન રાખો આવુ કરતી વખતે તમારે તેની કિનારોને એક સાથે જોડવાની છે.  લો તૈયાર છે ગરમા ગરમ માલાબાર પરાઠાં. આ પરાઠાં ચટણી કે કોરમા સાથે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો