- સૌપ્રથમ બટેટાની છાલ કાઢી તેને ખમણી લો અને તેને ધોઈને એક બાઉલમાં લઈ તેમાં ઘઉંનો લોટ રવો દહીં આદુ-મરચાની પેસ્ટ બધા મસાલા કરી જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરી લો
ત્યારબાદ ખીરામાં એક ચમચી ઈનો નાખી ઉપર એક ચમચી પાણી નાખી બરાબર ફેટી લો અને કડાઈમાં તેલ ગરમ કર્યું તેમાં રાઈ જીરું સફેદ તલ લીલા મરચા લીમડાના પાન નાખી એક મિનિટ માટે સાંતળી લો
- પછી તેમાં હાંડવા નું ખીરું પાથરી ઉપરથી પાછા સફેદ તલ ભભરાવી લો ભભરાવી લો અને થાળી ઢાંકીને થાળી ઢાંકીને મીડીયમ ગેસ પર બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લો શેકી બીજી બાજુ પલટાવી બદામી રંગનો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
- તો હવે આપણો ટેસ્ટી હેલદી ઇન્સ્ટન્ટ હાંડવો બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો. તમે આ હાંડવો ટોમેટો કેચપ ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો.