નાનખટાઈ બનાવવાની રીત

સોમવાર, 16 ડિસેમ્બર 2024 (15:13 IST)
સામગ્રી
1 કપ મેંદો
1/4 ટીસ્પૂન બેકિંગ સોડા
એક ચપટી મીઠું
1/2 કપ અનસોલ્ટેડ બટર (અથવા ઘી)
1/2 કપ ખાંડ (અથવા થોડી ઓછી)

બનાવવાની રીત
ખાંડને મિકસરના નાના જારમાં પીસીને પાઉડર બનાવો.
એક મોટા બાઉલમાં 1/2 કપ બટર (અથવા ઘી) અને પાઉડર કરેલી ખાંડ લો. 
તેને બ્લેન્ડરથી અથવા વાયર વ્હિસ્કથી મુલાયમ અને નરમ થાય ત્યાં સુધી હલાવો. 
પછી તેમાં ૧ કપ મેંદો નાખો. 
તેને બરાબર મિક્ષ કરો અને હાથનો ઉપયોગ કરીને લોટની જેમ બનાવો.
હવે નાનખટાઈનો શેપ આપી ઘી લગાવીને એક પ્લેટ પર મૂકો 
જાડા તવા વાળા નોનસ્ટિક કડાહી કે વાસણ મધ્યમ આંચ વાળા ગેસ પર રાખો

ALSO READ: ગુજરાતી રેસીપી- કોબીજ મંચુરિયન
પેનમાં 400 ગ્રામ નમક નાંખી વાસણને ઢાંકી ગરમ થવા દો. હવે વચ્ચે એક જાળીવાળુ સ્ટેન્ડ રાખી તેના પર નાનખટાઈની પ્લેટ રાખી ધીમા તાપે વાસણને ગરમ થવા દો.
નાન ખટાઈને 15 મિનિટ સુધી શેકાવા દો અને વચ્ચે વચ્ચે ચેક પણ કરી લો. કૂકીઝ જ્યારે બરાબર ફૂલી જાય અને હળવી બ્રાઉન રંગની થઈ જાય તો તેને ગેસ પરથી ઉતારી લો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર