ઉપવાસની વાનગી - સાબુદાણાનું થાલીપીઠ (ફરાળી ઢેબરા)

બુધવાર, 27 જુલાઈ 2016 (11:33 IST)
સામગ્રી -  એક કપ સાબુદાણા, બે બટાકા બાફીને મસળેલા, અડધી ચમચી જીરૂં, શેકેલા સીંગદાણાનો ભુકો અડધો કપ, અડધો ઈંચ આદુનો ટુકડો, 2 સમારેલા મરચા, કોથમીર સમારેલી અડધો કપ, એક ચમચી લીંબુનો રસ, એક ચમચી ખાંડ,  મીઠું સ્વાદાનુસાર, શુદ્ધ તેલ. 
 
બનાવવાની રીત - સૌપ્રથમ સાબુદાણા ધોઈને આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે પાણી નીતારી લો. હવે સાબુદાણામાં બાફેલા બટાકા, સીંગદાણો ભુકો અને બધા મસાલા નાખીને બરાબર મિક્સ કરી લો. હવે એક નોન સ્ટિક પેન ગરમ કરો. તેમાં લગભગ એકથી બે ચમચા તેલ ગરમ કરો. હવે થોડુંક તેલ તમારા હાથમાં લગાવો. સાબુદાણાના મિશ્રણમાંથી થોડું લઈને તેને તમારા હાથ વડે ગોળો વાળી લો. હવે રોટલી કરવાની પાટલી પર એક પ્લાસ્ટિકની બેગ મૂકી તેના પર તેલ લગાવો. તેના પર આ ગોળાને મૂકીને હાથ વડે દબાવીને રોટલી જેવો આકાર આપો. ત્યાર બાદ તેને નોનસ્ટિક પેનમાં શેકી લો. બંન્ને બાજુથી બરાબર ચઢી જાય એટલે ઉતારીને ગરમાગરમ સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો